SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨૫) માનસિક કર્મ ચાલુ હોય છે. તેથી એવી ભ્રાંતિ સમાજમાં પ્રચલિત થઈ ગઈ છે કે કર્મ વિના સંસાર ચાલી શકે જ નહીં. અને અંતે મહાધ્યમ ઊભો થયો કે પરમાત્માની પ્રાપ્તિ માટે પણ કર્મ કરવાની જરૂર છે. અને તે સમાધિરૂપી કર્મ કહેવાય છે. અને સમાધિરૂપી કર્મ કરવા માટે યમ, નિયમ, આસનસિદ્ધિ, શરીરની સ્થિરતા અને પછી દષ્ટિ સ્થિર કરવાની વાત પેદા થઈ છે. આમ વાત સ્પષ્ટ છે કે કર્મની ભ્રાંતિમાંથી જ સમાધિ લગાડવાની, દષ્ટિ સ્થિર કરવાની, વૃત્તિનો નિરોધ કરવાની અને પરમાત્માને પ્રાપ્ત કરવાની વાત જન્મેલી છે. સૌથી મહત્ત્વની ભ્રમણા છે પરમાત્માને પ્રાપ્ત કરવાની. આપણે ચર્ચા ગયા છીએ કે પરબ્રહ્મ પરમાત્માપ્રાપ્તિનો વિષય જ નથી. અને કર્મથી તે પ્રાપ્ત થઈ શકે તેમ પણ નથી. આત્મા કે પરમાત્મા તો સૌના હૃદયમાં બિરાજમાન છે; અનંતરૂપે પણ તે એક છે. અનેક રંગોમાં તે અપંગ છે. અને છતાં કોઈનો નથી તેવો અસંગ પણ છે. “જહાંપે દેખું વહેપે સાહેબ; વો નંગાચંગા છિપા રહા હૈ, ન સિીને ઉસકો નજરસે દેખા, ન કિસીને ઉસકા કિયા હૈ લેખા, કિસીકો લે હું કિસીકો છોÇ કહાંપે ટૂંઢે કિધરકો મુ? ન નામ ઉસકા, ન રૂપ ઉસકા, સભી ઉસીક, ન વો કિસીકા અનંતરૂપી વો રૂપ એકા, બેરૂપરંગા સમા રહા હૈ” – રંગ અવધૂત તેથી પરબ્રહ્મ તો સૌને પ્રાપ્ત જ છે. અંતરાત્મા તરીકે સૌની અંદર હાજરાહજૂર છે. આમ જોતાં જે આત્મા પ્રાપ્ત કરવાની વસ્તુ નથી તો પ્રયત્ન વ્યર્થ છે. જે અહીં નથી તેને જ પ્રાપ્ત કરવા દોડવું પડે, પ્રયત્ન કરવો પડે. જે વર્તમાનમાં ઉપલબ્ધ નથી તે જ કર્મથી ભવિષ્યમાં મળી શકે. જે મુજથી દૂર છે તેની જ પ્રતીક્ષા કરવી પડે. જે મુજથી ભિન્ન છે તેની પ્રાપ્તિ માટે જ દેશ, કાળમાં પ્રયત્ન જરૂરી છે. આત્મા અને હું જુદા હોઈએ તો જ અમારો યોગ થઈ શકે. પણ આત્મા તો મને પ્રાપ્ત જ છે....
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy