SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ જઇ શકે નહિ. પડદો છે માટે જ ચિત્રો દેખાય છે. પડદો સ્થિર છે માટે જ ચિત્રોમાં હલનચલન શક્ય છે. પડદો ક્યાંય જતો નથી, માટે જ ચિત્રોમાં, નામ અને આકારમાં આવા દેખાય છે. જ્યાં સુધી ચલચિત્ર દેખાય છે, ત્યાં સુધી પડદો દેખાતો નથી, તેમ જ જ્યાં સુધી વિષયના આકારો દેખાશે ત્યાં સુધી અધિષ્ઠાન બ્રહ્મ દેખાશે નહીં. માટે જ કહ્યું છે કે “વિષયેષુ આત્મતાં દવા” વિષયોમાં આત્માનું અનુસંધાન કરવું અને મનને ચૈતન્યબ્રહ્મમાં ડુબાડી દેવું. વિષયોમાં બ્રહ્મભાવ કરીને સમજવું કે જેમ પડદા વિના ચિત્ર નથી; દોરી વિના સર્પ નથી; તેમ પરમાત્મા વિના પદાર્થ હોઈ શકે જ નહીં. એટલું જ નહીં પણ પદાર્થ તે પરમાત્મા જ છે. વિષયોને આલિંગન કરનાર ચિત્ત અને વિષય સૌ ચૈતન્યસ્વરૂપ જ છે. તેથી જ તો નરસિંહ મહેતાએ ગાયું કે “ચિત્ત ચૈતન્ય વિલાસ હૂપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે” ચિત્તમાં વાસનારૂપી મળ નિર્મૂળ થતાં જે બચે છે તે ચૈતન્ય જ છે. અને છતાં ચૈતન્ય પોતે ચૈતન્યની શોધ ચલાવી રહ્યું છે! જ્યારે દોરીમાં સર્પ દેખાય છે ત્યારે ત્યાં દોરી નથી તેવું નથી જ. અરે! દોરી જ સર્પ રૂપે ભાસે છે. તેવી રીતે પદાર્થનું દર્શન થતાં પરમાત્મા અદાય થતો નથી જ, તું પરમાત્મા જ પદાર્થપે ભાસે છે. ચિંતન દ્વારા પદાર્થનાં નામ અને આકારને દૂર કરવાની કળા હસ્તગત કરવી જરૂરી છે. તો પછી ક્યાં રહ્યો આકાર? કે છે જ્યાં કોઈ નામ? બધે જ માત્ર ચૈતન્ય-ચૈતન્ય અને ચૈતન્ય! રૂપમાં. અરૂપ બ્રહ્મ ગન્ધમાં..છે અગધ બ્રહ્મ શબ્દમાં છે મૌન બહ્મ સ્પર્શમાં અસ્પૃશ્ય બ્રહ્મ સ્વાદમાં...અસ્વાદ બ્રહ્મ સંકલ્પ-વિકલ્પમાં...છે સાક્ષી બ્રહ્મ રસમાં..નીરસ છે બ્રહ્મ વિચારમાં...અવિચાર બ્રહ્મ વચનોમાં અનિર્વચનીય છે બ્રહ્મ આવી મનની દષ્ટિમાં, મન જ રહેતું નથી. જ્યાં જ્યાં નજર પહોંચે, જ્યાં જ્યાં મન વિરામ લે ત્યાં ત્યાં અનાદિ અને અનંત ચૈતન્યનો સાગર જ જણાય છે! અને ચૈતન્ય ચૈતન્ય કરતાં, ચિત્ત...ચૈતન્યમાં એકાકાર થઈ
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy