________________
(૨૮૪) આમ સ્પષ્ટ છે કે શાનમાં પ્રારબ્ધ રહેતું જ નથી. તેથી પૂર્વે જણાવેલી શંકા અસ્થાને છે કે શાન થયા પછી પ્રારબ્ધ ચાલુ રહે કે નષ્ટ થાય? અને પ્રારબ્ધનાશથી શરીરનો પણ નાશ થાય... વગેરે... જ્ઞાન થવાથી દેહ આદિનું મિથ્યાત્વ સમજાય છે; તેથી દેહ સાચો રહેતો જ નથી; પછી ક્યાં રહ્યો તેનો નાશ સાચો? આમ દેહ અને તેનો નાશ બન્ને ખોટાં તો તેનું પ્રારબ્ધ ક્યાંથી સાચું હોય?
એક ગરીબ યુવાને શેઠનું ખૂન કર્યું. કેસ ચાલ્યો. મરનારના વકીલે ખૂબ જોરદાર દલીલ કરી કે ખૂનીને ફાંસી જ મળવી જોઈએ. જ્યારે ખૂનીના વકીલે બચાવ પક્ષે તેને નિર્દોષ ઠેરવવા પુરાવા આપ્યા. અને તે ખૂનીને બચાવવા પ્રયત્ન કરતો રહ્યો. આપ વિચારો કે ક્યો વકીલ પુણ્યનું અને ક્યો વકીલ પાપનું કાર્ય કરી રહ્યો છે? કેસ ચાલતો હતો. ખૂબ ભીડ હતી. અચાનક અદાલતમાં મોટો ધડાકો થયો. અને પળવારમાં વકીલ, ખૂની, સાક્ષીઓ, ન્યાયાધીશ અને પ્રેક્ષકો હતા ન હતા થઈ ગયા. હવે વિચારો કે શું તે સૌનું પ્રારબ્ધ સરખું હતું? ના ભાઈ! ના! આ તો સ્વપ્ન હતું. સ્વપ્નનાં પાત્રોનું વળી પ્રારબ્ધ કેવું? જ્યાં વકીલ, ખૂની, ન્યાયાધીશ અને શેનો જન્મ જ ખોટો છે ત્યાં એવો પ્રશ્ન જ ન ઊભો કરી શકાય કે ક્યા કર્મથી એક શેઠ અને બીજો ગરીબ, ક્યા પ્રારબ્ધથી એક ન્યાયાધીશ અને બીજે વકીલ; અને ક્યા કર્મના ફળરૂપે શેઠનું ખૂન થયું? એટલું જ નહીં પણ સ્વપ્નનાં પાત્રોનું કર્મ... નથી પુણ્ય કે નથી પાપ, કારણ કે તે સૌ પાત્રો તેમનાં કર્મ; તેમનો જન્મ; તેમનું પ્રારબ્ધ, સર્વ કંઈ પ્રતીતિ છે; ભાસ છે; મિથ્યા છે. તેવું જ્ઞાન જાગ્રત થયા પછી જ થાય છે. અને જાગતાં સમજાય છે કે સ્વપ્નસૃષ્ટિ જ ખોટી હતી; ભ્રાંતિ હતી, ત્યાં ખૂનીને વળી ભાવિ જન્મ કેવો? સ્વપ્નના કોઈ પણ પાત્રને પૂર્વજન્મ નહોતો છતાં બધું ભાસતું હતું, જ્યાં સુધી સ્વપ્ન. ચાલું હતું. તેવી જ રીતે જ્યાં સુધી અજ્ઞાન અને તેની નિદ્રા છે ત્યાં સુધી જ દેહભાવ છે; દેહને કર્મ છે, દેહનાં કારણ છે અને અંત:કરણમાં કર્તાભોક્તા ભાવ છે. જ્યાં સુધી અવિદ્યાની નિદ્રા તૂટતી નથી ત્યાં સુધી કર્મફળ ભોગવવા નવી નવી યોની છે.... જન્મ છે. શરીર છે. અને તે શરીરને પ્રારબ્ધ છે. પ્રશ્ન- એટલે શરીરને જ પ્રારબ્ધ કર્મ છે તે ચોક્કસ છે; તેવું જ તમે કહેવા માગો છો?