SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૬) શિબિરો, જ્ઞાનયજ્ઞો, જપયજ્ઞો, બ્રહ્મસત્રો અને વેદાન્તના અભ્યાસક્રમ સાથેનાં સ્વાધ્યાયવર્તુળોની ક્યાંય કોઈ મોટા શહેરમાં કમી નથી. પરંતુ આવો અભ્યાસ હોવા છતાં આપણો વિક્ષેપ ઓછો થયો હોય તેવું જણાતું નથી. આપણી વાતમાં, વિચારમાં, આચારમાં કે આપણા મૌનમાં.. આપણી ક્ષિપ્ત, વિક્ષિપ્ત ખડર થયેલી મનોદશા વતઈિ આવે છે. આપણે આપણી ચંચળતાને અભ્યાસ દ્વારા દબાવવાનો પ્રયત્ન કરીએ. છતાં પણ જાણે-અજાણે આપણી આંતરિક અશાન્તિ અને સુબ્ધતા, અપૂર્ણતા અને અસ્વસ્થતા ડોકિયાં કરી જાય છે અને અભ્યાસ હોવા છતાં જીવન વિક્ષેપયુક્ત જણાય છે. તેથી સ્પષ્ટ સમજી લેવું કે એક્લો અભ્યાસ કે વૈરાગ્ય વિનાનો અભ્યાસ નકામો છે નિષ્ફળ વૈરાગ્યના સદ્ભાવથી જ વિક્ષેપનો અભાવ અનુભવાય છે... અને વિક્ષેપના અભાવમાં જ અભ્યાસની સુલભતા અને સાર્થકતા રહેલી છે. વૈરાગ્યથી જેના વિક્ષેપ ઓછા થયા હોય તેનું જ વિક્ષેપરહિત મન અભ્યાસ માટે તત્પર બને છે; અભ્યાસના અનુષ્ઠાનની પ્રેરણા પ્રાપ્ત કરે છે. અને કંટાળો, થાક કે અરુચિ વિના સતત અભ્યાસમાં રત બને છે. સતત અભ્યાસ જ વૈરાગ્યને દઢ કરી શકે છે. આમ, વૈરાગ્યયુક્ત નિત્ય અભ્યાસ દ્વારા જ ચિત્તનદીને ચૈતન્યસાગર તરફ વાળી શકાય છે. ચિત્તને ચૈતન્યમય બનાવી શકાય છે. માટે જ કહ્યું છે કે નિત્ય યમરૂપી અભ્યાસ કરવા લાયક છે. અગસનીય મુહૂ: મુહુઃ | પ્રયત્ન વિના ઉગતા વાળ અને રૂંવાટી કાપવા માટે જેમ પ્રયત્ન જરૂરી છે, વિના પ્રયત્ન થતો પરસેવો દૂર કરવા પ્રયત્નપૂર્વકનું સ્નાન જરૂરી છે અને કોઈ પણ આયામ વિના રોગ અને વૃદ્ધત્વ આવે છે તે માટે જેમ વ્યાયામ જરૂરી છે તેવી જ રીતે અંત:કરણના રોગ છે કામ, ક્રોધ, લોભ, મોહ, વાસના, રાગ અને દ્વેષ. તેમને દૂર કરવા યત્નપૂર્વકનો યમ રૂપી અભ્યાસ નિયમિત કરવો જોઈએ પ્રથમ આપણે “પ શબ્દનો અર્થ યોગશાસના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ અને ત્યાર બાદ ભગવાન શંકરાચાર્યે આપેલા અર્થોનું ચિંતન કરીશું. હિંસા, અસત્ય, ચોરી, પરિગ્રહ, અબ્રહ્મચર્ય વગેરે નિષિદ્ધ આચરણોથી
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy