SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯૩) આપણા સ્થાનમાં અને આપણી ગતિમાં છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે કાળ” એ મનની કલ્પના છે. દેશ બદલાતાં કાળ બદલાય છે. ૧૯૮૨ના જુલાઈ-ઓગષ્ટમાં મારે ક્લાસ માનસરોવરની યાત્રાએ ચીનમાં જવાનું થયું. મારું નિવાસસ્થાન હિમાલયમાં 60ની ફૂટની ઊંચાઈએ શ્રી નારાયાણ આશ્રમમાં હતું. ત્યાંથી પદયાત્રા કરી છ દિવસ પછી અમે લગભગ ૧૭ થી ૧૮ હજાર ટની ઊંચાઈએ, લીપુપાસ પહોંઆ, જ્યાં ભારત અને ચીનની સરહદ હતી. હવે અમારે ચીનની ભૂમિમાં પ્રવેશવાનું હતું. અમારી ઘડિયાળમાં સવારના દસ વાગ્યા હતા, પણ ચીનમાં પ્રવેશ્યા કે તરત જ અમને કહેવામાં આવ્યું, “સમય બદલી નાખો. અત્યારે ચીનની ઘડિયાળ મુજબ દિવસના ૧ અને ૩૦ મિનિટ થઈ છે.” અમે સૂચના મુજબ સમયમાં ફેરફાર કર્યો. આમ સ્થાન, સ્થળ અને દેશ બદલાતાં કાળ બદલાઈ ગયો. એટલું જ નહીં ભારતમાં અમે કદી સૂર્યાસ્ત સમયે સૂતા નહોતા; પણ ચીનમાં રાત્રે ૧૦ ક્લાકે સૂર્યાસ્ત થતો છતાં સૌ સૂઈ જતા હતા. આમ નવા સમય સાથે નવી ઘટના અને નવી ઘટના સાથે નવા કાળ જન્મે છે તે સમજાયું. મેં અનુભવ્યું કે હવે તો નવા સમય મુજબ • જ ભૂખ લાગવા માંડી, અને ભૂખ લાગે ત્યારે નવો જ સમય ઉત્પન્ન થવા લાગ્યો. આ બતાવે છે કે 'કાળ” મનની જ પેદાશ છે અને તે, સ્થાન, અને દેશ’ પર આધારિત છે. આપણે એવું પણ અનુભવ્યું છે કે જ્યારે સ્ટીમરમાં કે પ્લેનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે થોડા થોડા સમયે જેમ જેમ સ્ટીમરનું સ્થાન કે દેશ અથવા “સ્પેસ' બદલાય છે તેમ તેમ ઘડિયાળના કાંટા પણ ફેરવવાની સૂચના અપાય છે. અર્થાત્ દેશ બદલાય તો કાળ પણ બદલાય છે. એટલું જ નહીં પણ જે પશ્ચિમથી પૂર્વની દિશામાં પ્રવાસ થતો હોય તો સ્ટીમરના અથવા પ્લેનના સૌ પ્રવાસીઓને તારીખ અર્થાત દિવસ બદલવાનું કહેવાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સમય અથવા કાળ કોઈ સર્વ સામાન્ય વસ્તુ નથી. પણ કટાનાં સ્થાન, ગતિ અને દેશ મુજબ તે બદલાય છે. તેથી કાળ સત્ય નથી. એક જ સમયે દૂરના દેશમાં રહેતા બે માણસો ટેલિફોન પર વાત કરતા હોય છતાં બન્નેના ‘કાળ'માં ફેર જોવા મળે છે.
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy