________________
(૩૧૪)
સમ
सर्वं ब्रह्मेति विज्ञानात् इन्द्रियग्रामसंयमः । यमोऽयमिति संप्रोक्तोऽभ्यसनीयो मुहुर्मुहुः ||१०४|| સર્વ બ્રહ્મ રૂતિ વિજ્ઞાનાત્=સર્વ બ્રહ્મ છે તેવા જ્ઞાનથી ફન્દ્રિયગ્રામસંયમ :=ઇન્દ્રિયોના સમૂહને સારી રીતે રોકવો, અયં ચમ: રૂતિ સંપ્રોત્હ =તે,આ યમ છે તેમ કહેવાયું છે, અભ્યસનીય: મુઠુ: મુર્ત્ત:=(જે) રોજ અભ્યાસ કરવા લાયક છે.
નિદિધ્યાસનનાં અંગોની વિચારણામાં પ્રથમ સ્થાન યમ ને અપાયું કારણ કે જેના જીવનમાં ‘યમ છે તેના વિચારમાં સંયમ છે અને તેવો વિચારક કદી અવગતિને કે અધોગતિને પામતો નથી કે નથી પ્રાપ્ત કરતો પુનર્જન્મને. ‘ચમ’ યુક્ત ‘સંયમી’ તમામ દૃશ્યપ્રપંચને કેદ કરે છે પોતાની મુઠ્ઠીમાં અને ‘કાળ’ને ચડે છે પોતાનાં મોમાં. ઉપડે છે પ્રવાસમાં ‘કાળ’ ‘અકાળ’ની પેલે પારના. માટે જ તેવા યમનો અભ્યાસ વારંવાર કરવા જણાવ્યું છે.
‘અભ્યસનીય : મુર્ત્ત: મુદુ:’=રોજ અભ્યાસ કરવા લાયક છે.
જગતના ભૌતિક પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરવા જો ચિત્તની એકાગ્રતાથી અભ્યાસ કરવાની જરૂર જણાય છે, તો પછી જે કંઈ અસ્તિત્વમાં છે તે સર્વ બ્રહ્મ જ છે તેવું સમજવા પણ સતત અભ્યાસ આવશ્યક છે, તે વિશે બે મત ન જ હોઈ શકે. જેમ કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અમુક શરતો અનિવાર્ય ગણાય છે તેમ અહીં આત્મજ્ઞાન માટે પણ ઇન્દ્રિયોના સમૂહને વિષય તરફ જતો રોકી, ‘યમ’નું સેવન કરવાનો નિત્યાભ્યાસ જરૂરી ગણવામાં આવે છે.
જેમ સરિતાની વણથંભી દોટમાં સાગરસમાગમનો કોઈ વિશેષ પ્રયત્ન નથી પણ ઢાળ હોય ત્યાં ઢળી જાય અને વળાંકમાં વળી જાય પાણી; તે તો સહજ અને સ્વાભાવિક છે. તેવી જ રીતે સ્વભાવગત જ ઇન્દ્રિયો પોતાના વિષય ભણી વિષયગામિની થાય છે, વિષયાસક્ત થાય છે, તેમાં નથી દોષ ઈન્દ્રિયોનો કે નથી ગુનો વિષયોનો કે તે સૌના સર્જનો. ભોક્તા અને ભોગ્ય પદાર્થો રચયિતાની રચનાનો અભિન્ન ભાગ છે. તેમાં પુણ્ય પાપની ભાવના ઊભી કરી, રાગદ્વેષાદિનું સર્જન કરવું તે મનનું સહજ, સ્વભાવગત કર્મ છે અને તેથી જ તેમને તેમના વિના પ્રયત્ને થતા સ્વાભાવિક કર્મમાંથી મુક્ત કરવા જે પ્રયત્ન આદરવો પડે તેને જ અભ્યાસ કહેવાય છે.