________________
તા. ૧૩-૨-'૮૩ થી તા. ૧૪-૩-'૮૩ સુધીનો અમદાવાદનો દિનેશ હોલ જાણે હિમાલયનો નારાયણ આશ્રમ બની ગયો હતો. ઊંચી આત્મસાધના તથા પહાડનિવાસીઓની ભક્તિભરી સેવા કરી રહેલા અદ્ભૂત સંત પૂ. સ્વામી હૂપાનંદ સરસ્વતીના સાનિધ્યમાં ભગવાન આદિ શંકરાચાર્યજી કૃત અપરોક્ષાનુભૂતિને આધારે અમદાવાને જીવનમુક્તિની પ્રેરણા પામવાનો અનેરો અવસર સાંપડ્યો.
મૂળ અમદાવાદ પાસેના સરખેજ ગામના વતની અને અમદાવાદની શ્રી સહજાનંદ કોલેજના માનસશાસ્ત્ર વિભાગના વડા એકદા પૂ. સ્વામી ચિન્મયાનંદજીનાં ગીતા-પ્રવચનો સાંભળીને, ભીતરમાંથી જીવનમુક્તિની સાધનાના સાદને આધારે બધું છડી મુંબઈ ખાતે ચિન્મય મિશનના સાંદિપની સાધનાલયમાં પહોંચી ગયા. પૂ. સ્વામી દયાનંદજી પાસે અભ્યાસ કરીને બ્રહ્મચર્ય દિક્ષા મેળવી બ્રા પ્રેમચૈતન્યજી બન્યા.
ક્યારેક હિમાલય છોડી ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ કે અન્યત્ર પરદેશમાં પણ આત્મસાધનાની ચિંતનપ્રસાદી પીરસતા જ્ઞાનયજ્ઞો તેઓ યોજતા રહ્યા અને યજ્ઞના પૂર્ણાહુતિ-પ્રસંગે રૂપિયા-પૈસા કે ચીજવસ્તુની ભેટને બદલે શ્રોતા-સાધકો પાસે જીવનશુદ્ધિના સંકલ્પની દક્ષિણા માગતા રહ્યા અને હજારોને જીવનશુદ્ધિ અને જીવનમુકિતની દિશામાં દોરતા રહ્યા.
આવા સુશિષ્ય પર રાજી થયેલા ગુરૂદેવ પૂ. સ્વામી દયાનંદજીએ એમને સંન્યાસ દીક્ષા પણ આપી અને એ સ્વામી કૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા.
સવિચાર પરિવારે એમને અધ્યાપક તરીકે જોયા છે, સૈતિક તરીકે જાણ્યા છે, આદિવાસીના સેવક તરીકે માણ્યા છે અને નારાયણ આશ્રમના સેવાયજ્ઞમાં સ્વયંસેવક તરીકે પ્રમાણ્યા છે.
આવા અપરિગ્રહી અને અદ્ભુત સંત સાથેની પ્રશ્નોત્તરીનો લાભ મેળવવા માટે દોઢ હજાર કરતાં વધુ શ્રોતા-સાધકો આ પ્રવચનોના જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ પછી અનેક બસો અને અન્ય વાહનો કરીને ગાંધીનગર જિલ્લામાં ઉવારસદ ખાતેના સદ્વિચાર પરિવાર સંચાલિત વિકલાંગ પુનર્વસ કેક્ની ધરતી પર દોડી ગયા હતા.
આવી અજબ મોહિની જે પ્રવચનમાળાએ ગાડી હતી એનો પાવન ગ્રંથ પ્રગટ કરતાં ખૂબ ખૂબ આનંદ થાય છે. આ ગ્રંથનો સ્વાધ્યાય સૌના હૃદયમાં જીવનશુદ્ધિની તેમ જ જીવનમુક્તિની ઝંખના જ્ઞાડતો રહે એ જ અભ્યર્થના.
૦ સદવિચાર પરિવાર