SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭૮) ગીતામાં ભગવાને કહ્યું છે કે, प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् । आत्मन्येवात्मना तुष्ट: स्थितप्रज्ञस्तदोच्यते॥अ.२/५५॥ હે અર્જુન! જ્યારે (આ પુરષ) મનમાં રહેલી બધી કામનાઓને ત્યજી દે છે (અને) મનમાં આત્મા વડે જ સંતુષ્ટ થાય છે ત્યારે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. આમ વાસનાના, કામનાઓના ત્યાગથી જ બુદ્ધિ સ્થિર થાય છે. અને ચંચળતાનો લય થાય છે. અને સ્થિર બુદ્ધિવાળો જ પોતા દ્વારા પોતામાં સંતુષ્ટ રહે છે. આવો સંતોષ ત્યાગ વિના શક્ય નથી. એટલું જ નહીં પણ જેની બુદ્ધિ સ્થિર થાય છે તે જ પોતાના સ્વરૂપને સમજી શકે છે અને આત્મચિંતનમાં તે સ્થિર થાય છે; સ્વરૂપમાં તેની નિષ્ઠા થાય છે. અને તે જ્ઞાનીને સમજાય છે કે હું જ સર્વનું અધિષ્ઠાન છું. જે હું અધિષ્ઠાન છું.... તો હું જ સર્વસ્વ છું. તો પછી પરિગ્રહ કોનો? -સંગ્રહ શેની? નિગ્રહ કોનો? જો સર્વમાં હું જ હું તો પૂર્વગ્રહ કોના માટે? અનુગ્રહ કોના ઉપર? પણ આવું સમજાય ક્યારે? બુદ્ધિ સ્થિર થાય ત્યારે. બુદ્ધિ સ્થિર થાય ક્યારે?.... કામનાઓનો, વાસનાઓનો ત્યાગ થાય ત્યારે જ... કામનાના ત્યાગથી જ સમજાય છે કે હું અધિષ્ઠાન છું ગતનું જે કંઈ દ૨ય છે...તે મારું જ સ્વરૂપ છે. તો કોની કરું હું પ્રતીક્ષા.... લઉ કોની છું....પરીક્ષા.. છે ક્યાં મારામાં કોઈની ઉપેક્ષા બચી ક્યાં છે કોઈની અપેક્ષા કરું કઈ રીતે મારી જ હું રક્ષા?.....
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy