________________
(૧૮૨)
જો ભય સત્ છે તો અભય અશક્ય છે.
તો પછી ભયનાબૂદીના તમામ પ્રયત્નો નિરર્થક છે.
અને શ્રુતિના મત મુજબ અભય શક્ય છે. અનેકને મળ્યો છે...મળી શકે તેમ છે.
માટે જ તૈત્તિરીય શ્રુતિએ ગર્જના કરી કહ્યું છે કે
यतो वाचो निवर्तन्ते । अप्राप्य मनसा सह । आनन्दं ब्रह्मणो विद्वान न बिभेति कुतश्चति ॥
“મન સહિત વાણી અને (ઇન્દ્રિયો) જેને સ્પર્શ કર્યા વિના પાછી રે છે તે બ્રહ્માનંદનો જ્ઞાતા કદાપિ ભયને પ્રાપ્ત થતો નથી.''
આ અભયસૂચક શ્રુતિથી સ્પષ્ટ છે કે શરીર અને સંસાર બન્નેની નાબૂદી શક્ય છે. તેથી તે સત્ય નથી. અને જે સત્ સ્વરૂપ બ્રહ્મ છે તેની પ્રાપ્તિથી જ અભય પ્રાપ્ત થાય છે, અને શરીરના મોતનો ડર નાશ પામે છે. ગતના મોહથી જન્મેલો ભય દૂર થાય છે.
તે જ શ્રુતિમાં અભયપદની સ્પષ્ટતા પણ છે.
यदा ह्येवैष एतस्मिन् अदृश्ये अनात्म्ये अनिरुक्ते अनिलयने अभयं प्रतिष्ठां विन्दते ।
“કારણ કે જ્યારે પણ આ જીવ આ અદૃશ્ય, અશરીરી નિર્દેશ ન કરી શકાય તેવા, બીજાનો આશ્રય ન લેનાર, અભય રૂપ આત્માને પામે છે, ત્યારે તે અભય પદને પ્રાપ્ત થાય છે.” “અથ સોમય થતો મવતિ”
(૨)તમે જે કહેતા હો કે અમે શરીર અને આત્માનો ભેદ બતાવી; ભેદ દર્શન કરાવ્યું છે તો તે પાયા વિનાની વાત છે.
અમે તો અત્યાર સુધી ઊંઘનારા અને ઊંઘવાનો ઢોંગ કરનારા માટે વિવેક જગાડવાનો પ્રયત્ન કર્યો છે. જેઓ શરીર સાથેના તાદાત્મ્યથી ‘શરીર જ હું ' અને ‘હું એટલે જ શરીર' તેવું માની બેઠેલા તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કદી અંધારું અને અજવાળું એક ન થઈ શકે. શરીર જડ છે, આત્મા ચેતન છે, તે બન્નેને એક સમજવું મૂર્ખતા છે. માટે ચેતનને જડથી દૂર કરવાનું સમજાવ્યું-તેને તમે ભેદદર્શન સમજો...તો તમને કોણ મદદ કરે ? બહેરાને વાદળાંનો ગડગડાટ કે ગર્જના ન સંભળાય તેમાં બિચારા વાદળ કે વીજળીનો શો વાંક?
ચૈતન્યથી જડતાને દૂર કરવાનો અમારો પવિત્ર પ્રયત્ન પણ આપનાથી