SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૪) ત્રણે અવસ્થા અસત્ છે અનુભવગમ્ય ત્રણે અવસ્થાનું મિથ્યાત્વ અહીં બે શ્લોક દ્વારા આચાર્યશ્રી સમજાવે છે. તાત્પર્ય એ જ છે કે જે બાધિત થાય તે મિથ્યા અને જે તત્વ ત્રિકાલાબાધિત છે તે જ સત્ છે. स्वप्न जागरणेऽलीक : स्वप्नेऽपि न हि जागर : । द्वयमेव लये नास्ति लयोsपि भयोर्न च ॥५७॥ जागरणे स्वप्न : अलीक: हि स्वप्ने जागरः अपि न ये द्वयम् एव नास्ति च उभयो: हि लय अपि न =જાગ્રતમાં સ્વપ્ન મિથ્યા છે =અને સ્વપ્નમાં જાગ્રત પણ નથી, =તેમ જ સુષુપ્તિમાં =તે બન્ને અવસ્થા નથી, =અને જાગ્રત તેમ જ સ્વપ્ન બન્નેમાં =સુષુપ્તિ પણ નથી. त्रयमेवं भवेन्मिथ्या गुणत्रयविनिर्मितम् । अस्य द्रष्टा गुणातीतो नित्यो ह्येकश्चिदात्मकः ॥५८॥ एवं गुणत्रयविनिर्मितम् त्रयम् भवेत् मिथ्या अस्य द्रष्टा हि गुणातीतः નિત્યઃ : વિવાભઃ =ઉપર પ્રમાણે =ત્રણ ગુણ દ્વારા ઉત્પન્ન થયેલ ત્રણ અવસ્થાઓ =મિથ્યા ઠરે છે. (અસત્ જણાય છે) =આ ત્રણે અવસ્થાનો દ્રષ્ટા કે સાક્ષી =આત્મા તો ગુણાતીત છે, નિત્ય છે, એક અને ચેતનરૂપ છે. તત્વની ગહન વિચારણાને અંતે હવે તો પ્રશ્ન એ જ ઉદ્ભવે છે કે એકમાં, અદ્વૈતમાં, અધિષ્ઠાનમાં, નિત્ય સાક્ષીમાં ભેદ કેવા? સગુણ-નિર્ગુણથી પર તેવા બ્રહ્મમાં ગુણ કેવા? નિરાકારમાં આકાર કેવો? અનામીમાં નામ કેવું? આમ છતાં જો દૈત કે ભેદ ભાસે તો, પ્રતીત થાય તો તે માયા માત્ર જ છે, વાસ્તવિક નથી. “માયામાત્રમિત્દ્વૈતમદંત પરમાર્થત '' |||| (આગમ પ્રકરણ માંડૂક્યકારિકા) દ્વૈત માયામાત્ર જ છે. પરમાર્થમાં તો અદ્વૈત જ છે. દ્વૈત ભાસે છે; વાસ્તવિક નથી તો પછી તેનો નાશ કેવો? જે ચાંદી છિપોલીમાં ભાસે છે તેનો સંહાર કેવો? અને તેના વિનાશનો પ્રયત્ન
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy