SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨૫). રીતે ન સંડોવાય તેવી રીતે અનર્થે અર્થ કમાવા લાગ્યો. રૂપિયાને લોહીના ડાઘા પડતા નથી તેમ માની, પોતે અહિંસક છે તેવો સંતોષ લેવા લાગ્યો. ધીરે ધીરે આપણા સમાજે અને આપણે કુરતા તરફ આગેકૂચ કરી, હિંસક કાર્યમાં ભાગીદાર બન્યા અને હિંસાને મૌન ટેકો આપ્યો. મસ્યઉદ્યોગ ખીલવવા પ્રજાતંત્ર સરકાર લાખો રૂપિયા ખર્ચે બેંક માછીમારને બોટ ખરીદવા લોન આપે અને તે દ્વારા જે માછલાં પકડાય તે હિંસા માટે એક્લો માછીમાર જ જવાબદાર ખરો? કે પછી તે હિંસાના ભાગીદાર આપણે સૌ? મરઘાંઉછેર, ડુક્કરઉછેર વગેરે દ્વારા જે હિંસા આડકતરી રીતે થાય છે તેનો ભાગીદાર કોણ? આ પ્રકારની થતી હિંસા-અહિંસાનો નિર્ણય લેશે કોણ? કારણ અહિંસાના સાચા અર્થમાં તો હિંસામાં ભાગીદારી કે મૌન પણ હિંસા જ. જયારે સાચી અહિંસામાં તો અનિષ્ટનો, અન્યાયનો, ઢતાપૂર્વક પ્રતિકાર જ છે. કાયરતાથી નહિ, લાચારીથી નહિ પણ આત્મબળથી, ઉપદ્રવ વિના, હત્યા વિનાનો પ્રતિકાર તે જ અહિંસા છે. આવી દષ્ટિએ વિચાર કરતાં હિંસા થાય તેવા કાયદા જે સરકાર રચે છે જે સભ્યો તે કાયદા રચવામાં ભાગ લે છે તે સૌ હિંસામાં ભાગીદાર કહેવાયા આ જ હિંસાને હું સ્વચ્છ હિંસા કહું છું આ જ છે ૨૦મી સદીની અદય હિંસા કે ધોળી હિંસા. તેનાં થોડાં દષ્ટાંતો જોઈએ. ખોરાક દ્વારા થતી હિંસા મટનટેલો યુક્ત વનસ્પતિ ખાનાર જ નહીં પણ તે ચરબી પ્રાપ્ત કરનાર, તેની આયાત કરનાર અને વનસ્પતિમાં તેની ભેળસેળ કરનાર સહુ હિંસાના અદશ્ય ભાગીદાર છે. જેઓ પ્રાણીઓને જ મારીને ખાય છે તેઓ સીધી હત્યા કરે જ છે. તેઓ ભ્રાંતિથી માને છે કે શક્તિ માંસથી જ આવે છે અને તેથી તેઓ મડદાંઓનો સંગ્રહ પોતાના પેટમાં કરે છે. આવા હિંસક લોકો પોતાના પેટને કબ્રસ્તાન માનતા હોય તો નવાઈ જેવું નથી. જે જનાવર અન્યને મારીને ખાય તો તેને આપણે હિંસક પશુ કહીએ છીએ, જંગલી કહીએ છીએ, પણ માનવી પોતાના ભોજન માટે હત્યા કરે છતાં તે હિંસક કે જંગલી કહેવાતા નથી! ગાય, બકરી, ઘેટાં જેવાં પશુઓનું માંસ શક્તિદાતા છે, એવી માન્યતા છે પણ બાકી તે પશુઓ પોતે શક્તિ પ્રાપ્ત કરવા
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy