________________
(૩૩૨) તે વાણી સત્યરૂપ નથી. યોગશાસ્ત્રનું સૂચન છે કે જ્ઞાનના સાધકે ઉપરનાં છ વિધાનો ધ્યાનમાં રાખીને જ વાણીનો પ્રયોગ કરવો. અને જો તેમ ન થાય તો મૌન રાખવું. પણ અસત્ય તો ન જ બોલવું. મૌનવ્રત પણ અસત્યની નિવૃત્તિ રૂપ જ છે. તેથી તેને સત્ય ગણવામાં આવે છે.
હવે શંકા એવી જાગે છે કે ઉપરના છ મુદ્દા ધ્યાનમાં રાખીને સત્યનું પાલન કરવું અતિશય કઠિન છે અને મૌન રાખીને વ્યવહાર ચલાવવો પણ અત્યંત કઠિન છે. તો કરવું શું?
વ્યવહારમાં આજે અસત્ય જ બધે ફરતું હતું અને ઊંચે ચડતું દેખાય છે. કોઈ પણ વ્યાપારીને આવા શાસ્ત્રના કે સત્યના નિયમો ગળે ઉતરાવવા જઈએ તો તે આપણને જ ગળે ઉતારી જાય. તમે વ્યાપારીને પૂછો કે “સાચું કહો, તમને માલ શું ભાવે મળે છે?” તે તરત જ કહેશે કે “સાહેબ, તમારાથી છાનું કંઈ નથી, તમે ફિકર ન કરશો, તમારી સાથે છેતરપિંડી ન થાય; તમને તો વાજબી ભાવે જ આપીશું...” આવી વાતોમાં તમે પણ તમારો મૂળ સવાલ ભૂલી જાઓ છો અને વ્યાપારી તમને તમારા પ્રશ્નના અનુસંધાનમાં ઉત્તર આપવાનું ટાળે છે. અને હંમેશાં વાજબી ભાવ લે છે!
મોટા ભાગે કોઈને તમે તેની ઉંમર કે આવક પૂછો તો તેઓ સાચો જવાબ આપતા નથી. તેનો વાંધો નહીં. પણ ખોટો ઉત્તર પણ સાચો ગણાતો નથી. તે કરતાં મૌન સારું છે. સભ્યસમાજના વ્યવહાર માટે એવું કહેવાય છે કે કોઈને તેની ઉંમર કે આવક પૂછવી બરોબર નથી. અને તેમાં પણ અપરિણીત યુવતીને પૂછવું તે તો ખોટું જ ગણાય. છતાં આ સભ્ય જેવો દેખાવ કરતા સમાજે એવું કદી વિચાર્યું નથી કે “અસત્ય ભાષણ” સભ્યસમાજમાં કેવું દેખાય છે? નેતાઓને તો ચૂંટણીપ્રચાર સમયે વાયદાઓ, વચનો આપવાનો અને તેનું પાલન નહીં કરવાનો સમાજે હજારો આપ્યો હોય તેમ જણાય છે. આમ રાજકારણ, વ્યાપાર, શિક્ષણ કે વ્યવહાર અસત્ય વિના ચાલી શકે જ નહીં તેવી વિચારસરણી નૂતન સમાજના પાયામાં ઘર કરી ગઈ છે.
ખેર, જે હોય તે! આપણી શંકાના સંદર્ભમાં એટલું જ યાદ રાખવાનું