________________
(૪૮૪)
(૫) તમર્ – તમોગુણની વૃદ્ધિ થવાથી જ ‘સ્વરૂપ’ના જ્ઞાનમાં વિઘ્ન આવે છે તમર્ ગુણ જ આવરણશક્તિ પેદ્ય કરે છે. ‘સ્વરૂપ’ના આવરણને લીધે જ પ્રમાદ અને આળસની વૃદ્ધિ થાય છે. તેના કારણે શરીર અને ચિત્તમાં ‘ભારેપણું’ આવે છે, જેથી સાધના સમયે પણ ‘નિદ્રા' જેવો અનુભવ થાય છે. આમ શરીર અને ચિત્તની શિથિલતા, નિદ્રાનો અનુભવ અને તેમાં સમાધિની ભ્રાંતિ એ સર્વ તમરૂપી વિઘ્નથી થાય છે.
(૬) વિક્ષેપ – નિદિધ્યાસનમાં ચિત્તમાં બ્રહ્માકાર વૃત્તિના બદલે જ્યારે સંકલ્પ, વિકલ્પ અને સંશય જાગે છે ત્યારે ચિત્તની ચંચળતા વધી જાય છે. અને ચિત્ત જ્ઞેયવસ્તુ કે સ્વરૂપને છોડી વિષયોમાં પરિભ્રમણ શરૂ કરે છે. આવી ચિત્તની ચંચળતા એ જ વિક્ષેપ છે. વિક્ષેપમય ચિત્તને વિષયોમાં દોષદર્શન અને વૈરાગ્ય દ્વારા શાંત કરી શકાય છે.
G
(૭) રસાસ્વાદ્ – નિદિધ્યાસનમાં જ્યારે વિષયાકાર વૃત્તિઓ શાંત પડવા માંડે છે અને જ્યારે વૃત્તિઓ નિર્વિકાર થાય છે ત્યારે સહજ સ્વાભાવિક શાન્તિ કે આનંદ હોય છે. જ્યારે સાધક તે શાન્તિનો કે આનંદનો આસ્વાદ લેવા જાય છે ત્યારે પુન: દ્વૈત પેદા કરે છે. કારણ કે ‘હું શાન્ત સ્વરૂપ છું' પછી તેનો રસાસ્વાદ લેનાર બીજો કોણ? “હું આનંદસ્વરૂપ છું” પછી આનંદની અનુભૂતિ કરનાર બીજો કોણ? આમ રસાસ્વાદ જ ચૈત સર્જે છે. તે જ મોટું વિઘ્ન છે. તેથી ખૂબ જ જાગૃતિ સાથે નિદિધ્યાસન થવું જરૂરી છે. હંમેશા ખ્યાલ રહે કે રસાસ્વાદ અને બ્રહ્મવિચાર સાથે ન થાય. સ્વાદ લેવા જતાં જ બ્રહ્મવિચાર છૂટે છે, વૃત્તિનું સ્મરણ શરૂ થાય છે, બ્રહ્માકાર વૃત્તિ તૂટે છે અને ભ્રમણાઓ જાગે છે.
ચિંતનમાં કોઈને ઇષ્ટદેવનાં દર્શન થાય છે, કોઈને પ્રકાશ દેખાય છે, કોઈને પોતે સમાધિ સિદ્ધયોગી છે તેવું ભાસે છે, કોઈને બ્રહ્મનાદ સંભળાય છે...ખરેખર તો આ બધાં જ રસાસ્વાદ રૂપી વિઘ્ન છે.
એવું પણ કહેવાય છે કે નિર્વિકલ્પ સમાધિની શરૂઆતમાં જ્યારે સવિકલ્પ સમાધિનો આનંદ ત્યજવાનો પ્રશ્ન ઊભો થાય છે, ત્યારે તે આનંદ ત્યજવાની ઇચ્છા થતી નથી; પણ તેમાં જ રમમાણ કરવાનું મન થાય છે. સવિકલ્પનો જ આસ્વાદ કરવા ચિત્ત પ્રયત્ન કરે છે, તેનો રસાસ્વાદ માણ્યા કરે