SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૭) બાળકો અને પરાયાં બાળકો તેમાં જ વેર-ઝેર અને આસક્તિ છે, કારણ કે જ્યાં મારું આવે ત્યાં તે જ ક્ષણે તારું-પરાયું જન્મે છે અને જીવનની શાંતિને હણે છે. તેવો ભાવ જ “સ્વ-સ્વરૂપની વિસ્મૃતિનું કારણ બને છે. જ્યારે હું મારા જ સ્વરૂપને, સર્વ નામ અને આકારમાં જોઈ શકું ત્યારે એક જ પ્રશ્ન થાય કે હું ક્યાં નથી? જ્યાં જ્યાં ગઝલ ને કાવ્ય છે તે શબ્દમાં હું શૂન્ય છું. મહેફિલ ઊઠી ગઈ છે છતાં કાનમાં ગુંજ્યાં કરું તે હું જ છું. પડતા પાનખરના પાંદડામાં પતન તરીકે હું જ છું. કોમળ કળીમાં લ થઈને મહેકનારો હું જ છું. સાગર છતાં વાદળ બનીને વ્યોમમાં ઘૂમનારો હું જ છું. પ્રશાંત પગલે અવતરી ઝાકળ મહીં ઊંધનારો હું જ છું. સતત વિચરતા વિચારોમાં ગતિ તરીકે હું જ છું. નિરંતર દોડતી નદીઓનો સ્થિર કિનારો હું જ છું. લઈ ધરાના સાથીઓને આંધીમાં ઊડનારો હું જ છું. થીજી ગયેલ તોફાન બરફ જેમ તે હિમાલય હું જ છું. જન જનમાં ખોવાઈ ગયો, કણ કણમાં વિખરાઈ ગયો, શોધી શકો તો આવજે, અનામીનું હું નામ છું, નિરાકારનો આકાર છું, આમ મને મારો પરિચય મારાથી મળે તે જ અદ્વૈત ઈષ્ટિનો લાભ છે. અદ્વૈત શ્રુતિસંગત છે. अयमात्मा हि ब्रह्मैव सर्वात्मकतया स्थितः। इति निर्धारितं श्रुत्या बृहदारण्यकसंस्थया॥५५॥ સર્વાત્મકતા સ્થિત =સર્વાત્મા રૂપે રહેલ મામ્ માત્મા હિ વહ gવક આ આત્મા ખરેખર બ્રહ્મ જ છે, રૂતિ વૃદલાવથસંચય કૃત્ય નિતિં બૃહદારણ્યક કૃતિમાં આ નિર્ધારિત થયેલ છે.
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy