SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૪) શોક કરવો ઇચ્છનીય નથી.” અહીં જ્ઞાની; અજ્ઞાની; ગૃહસ્થ કે સંન્યાસી; યોગી કે ભોગી, સૌ માટે એક મહત્વનો સંદેશ અપાયો છે કે શોક કે દુ:ખ અનુભવ્યા વિના પ્રારબ્ધ ભોગવી અને પૂર્ણ કરવું તે જ જીવન સાથે સમાયોજન કરવાની; ગત સાથે અનુકુળ થવાની સર્વોત્તમ ચાવી છે. જીવનસંગ્રામમાં સફળ થવા માટે; આત્મજ્ઞાનના પંથે પ્રગતિ કરવા માટે, સહજતાથી સમજદારી સાથે પ્રારબ્ધનો સ્વીકાર કરવો જ રહ્યો. જો પ્રારબ્ધનો સ્વીકાર સરળતા અને સ્વાભાવિકતાથી નહીં થાય તો માનસિક તંગ અવસ્થાનો મેન્ટલ ટેન્શન નો વ્યક્તિ ભોગ બનશે. અને દુ:ખ સહન કરવાની તેની શક્તિ ઓછી થશે. તિતિક્ષાની કક્ષા નીચી જશે. સતત ચિંતાના હુમલાથી તે ઘવાતો જ રહેશે. ચિંતા તેના ચિત્તને કોરી ખાશે. જીવન ખવાઈ જશે. ઉધઈના રાફડા જેવું બની જશે. અને તેવી વ્યક્તિ હતાશા, નિરાશા, નિષ્ફળતા, ભગ્નાશાની આંધીથી ઘેરાયેલો જ રહેશે. પ્રારબ્ધના ઇન્કારમાં કે તેની સામે બંડ પોકારવામાં, નથી પ્રારબ્ધનો નાશ થતો નથી પ્રારબ્ધ દૂર જતું. “અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો ન માગે દોડતું આવે! ન વિશ્વાસે કદી રહેજે” (બાલાશંકર) પ્રારબ્ધને પ્રભુનો પ્રસાદ ગણી સ્વીકારવામાં જ જીવનની સાર્થકતા છે, જીવનની સ્વસ્થતા છે. પ્રારબ્ધવશાત્ જે કંઈ આવ્યું છે તે બધું અનાયાસે આવેલું ગણાય અને જે પ્રયત્ન વિના આવી પડ્યું છે તે કોઈ પ્રયત્નથી નાબૂદ કરી શકાય તેવું પણ નથી. તેથી બળાપો, ચિંતા, વિલાપ કે પ્રતિકાર ર્યા વિના જ સુખ-દુ:ખ જે કંઈ આવી પડે તેને સહન કરવું. ભોગવવું અને ભોગવવાથી જ તેનો નાશ થાય છે તેમ દઢતાપૂર્વક સમજવું. અજ્ઞાનીનાં પ્રારબ્ધકર્મ તો અજ્ઞાની દૂર કરી શકતો નથી અને સહજતાથી સહન પણ કરી શકતો નથી. પણ જ્ઞાની જેવો જ્ઞાની પણ પ્રારબ્ધકર્મનાં ફળ ભોગવ્યા વિના પ્રારબ્ધનો નાશ કરી શકતો નથી. કેમ કે તેનું પ્રારબ્ધ ખૂબ બળવાન હોય છે તેવું ‘વિવેક ચૂડામણિમાં સમજાવ્યું છે. “પ્રાર્થે વનવત્ત હતુ વિ પોન અક્ષયઃ (વિ.ચૂ. ૪૫૪) અને એમ પણ કહ્યું છે કે જ્ઞાન થાય છતાં પણ પ્રારબ્ધકર્મનાં ફળ નાશ પામતાં નથી. “જ્ઞાનયાહુબ્ધ વર્ષ જ્ઞાનાન્ન નરસિં” (વિ.૨૪૫૨) જ્યારે જ્ઞાનાગ્નિ દ્વારા સંચિત અને આગામી કર્મનો નાશ થાય છે.
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy