________________
(૩૯). _ "वृक्ष इव तिष्ठासेच्छिद्यमानोऽपि न कुप्येत् न कम्पेत्" “વૃક્ષ જેમ સ્થિર રહો, કપાઓ પણ ન કોધ કરો, ન ભયથી કાંપો.”
શ્રદ્ધા અને સમાધાન તિતિક્ષાનો સૂક્ષ્મ સંદેશ આપ્યા પછી જ ગ્રંથ શ્રદ્ધાની વાત કરે છે. જેને
જીવનમાં, ઘરમાં, સંસારમાં આગ દેખાય છે તે કોઈ પણ યાતના વેઠી તેમાંથી બચવાનું સાહસ કરે છે. જેને તાલાવેલી છે જીવનના અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવાની, બેયની તલાશમાં જે બેચેન અને બાવરો બન્યો છે, જેના રોમરોમમાંથી એક જ પોકાર ઊઠે છે “અંતિમ ધ્યેય”, “આ પાર કે પેલે પાર', તે અનુકુળ સંજોગોની રાહ જોવા થોભતો નથી, કોઈની સલાહ પૂછતો નથી, તે સતત કૂદતો જ રહે છે અને જેવો સંજોગનો ઘોડો પસાર થયો કે તે તેના પર સવાર થયેલો જ હોય છે. નીકળ્યા પછી તો એવા દઢ સંકલ્પથી તે વિદાય લે છે કે જેમ સરિતા કદી પર્વતભાણી પાછું વાળીને જેતી નથી. અથડાય, કુટાય, વેરવિખેર થાય, પટકાય છતાં તેની દોટ પ્રિયતમ સાગર તરફની દી થંભી નથી તેમ મુક્તિના પંથે પ્રયાણ કરી ચૂક્યા બાદ મુમુક્ષુને ધ્યેય સિવાય કંઈ દેખાતું નથી. પ્રયાણનો આંનદ એટલો મહાન છે કે કોઈ વિધ્ધ તેને અટકાવી શકે તેમ નથી. તેની તિતિક્ષા જ પ્રબળ નિર્ણય છે, જેને કોઈ પાડી શકે તેમ નથી. તેવાનું જીવનસૂત્ર છે:
કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો;
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.” ધ્યેય માટે જે સ્પષ્ટ છે, જે નિશ્ચિત છે, જે અડગ છે, તે હજારને રસ્તો પૂછવામાં નાનમ, શરમ નથી અનુભવતો. તે બીજાના અનુભવનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. પણ જેનો અહંકાર ખૂબ જ મજબૂત છે તે બીજાના જ્ઞાનનો લાભ લેવાનું ચૂકી જાય છે. કેટલાક બીજાને વાગેલી ઠોકર જોઈ રસ્તો બદલે છે, જયારે કોઈ અહંકારી રસ્તો બદલતાં પૂર્વે ઠોકર વાગવાની રાહ જુએ છે. આત્મજ્ઞાનની વાત જવા દઈએ. પણ જો હિમાલયની યાત્રાએ જશો અને અહંકારમાં કોઈને રસ્તો નહીં પૂછો તો, તમારો જ અહંકાર તમને ભટકાવશે, રઝળાવશે. લોથપોથ થયા બાદ ફરી પૂછો અહંકારને કે “તારે જાતે જ રસ્તો શોધવો છે કે કોઈની મદદ લેવી છે?” મદદ લેશો ભોમિયાની તો મિનિટોમાં, ક્લાકમાં કામ પતી જશે; નહીં તો અહંકારની તુમાખીમાં ગુમનામ થવું પડશે. એવરેસ્ટ