________________
(૩૩)
માનવી તો વિષયભોગમાં બેહોશ થઈ, બેહાલ થઈ, ધીમે ધીમે વિનાશ તરફ વહી રહ્યો છે, વિષયો તરફ વળી રહ્યો છે, વિવેક છોડી રહ્યો છે,‘દમ’ તોડી રહ્યો છે. કારણ કે વિષયની આસક્તિ એ ‘સ્લો પોઈઝન' છે. ધીમું ઝેર છે. વિષય-ભોગની ભયંકર અસરને ધ્યાનમાં લઈને જ શાસ્રો અને સંતોએ એક જ વાતનું વારંવાર પુનરુચ્ચારણ કર્યું કે સાધક અને મુમુક્ષુએ ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખી, સંયમી જીવન દ્વારા દમ અને શમ કેળવવા જોઈએ.
અષ્ટાવક્રમુનિ પણ રાજા જનકને ઉપદેશતાં તેવી જ સલાહ આપે છે-જે સદા સ્મરણીય છે:
मुक्तिमिच्छसि चेत्तात् विषयान् विषवत् त्यज । क्षमार्जवदयातोषसत्यं पीयूषवद् भज ||२||
અનુવાદ
" यदि चाहते हो मुक्ति प्रिय ! विषसम विषय सब परिहरो । शम दम तितिक्षा यम नियम साधन सुधा सेवन करो ।। " ઉપરતિ અને તિતિક્ષા
ઈન્દ્રિય પર દમન કરી ‘દમ’ કેળવવો સરળ છે. વિષયોથી દૂર રહી શકાય કે ઇન્દ્રિયોને ત્યાં જતી રોકી શકાય. પણ ‘શમ’ સૂક્ષ્મ છે; વાસનાત્યાગ વિના ચંચળ મન કાબૂમાં રહે તેમ નથી. વાસનાનો સંપૂર્ણ સંહાર થતો નથી. તે માટે સતત અભ્યાસ આવશ્યક છે. તે આપણે વિચારી ગયા છતાં જો શંકા જાગે કે ‘શમ’ ‘દમ' તો છે પણ સાથે સાથે સંગ્રહવૃત્તિ પણ છે હિંગની ડબી ખાલી કર્યા છતાં પણ તેની ગંધ અંદર છે; મન એકત્ર કરે છે. અર્થ અને કામ, કારણ કે હજુ ધર્મ, અર્થ અને કામમાંથી મન ઉપરામ નથી થયું. અને જ્યારે વિપરીત સંજોગો આવે છે ત્યારે ચિત્ત ચિંતનમાં રહેતું નથી. ગરમીમાં ખૂબ ગરમી છે-“તાપ-તાપ” પોકારી ઊઠે છે, “બળી ગયા”, “અસહ્ય”, ઠંડીમાં “બસ ભાઈ બસ, હૂંઠવાઈ ગયા”, “ચિમળાઈ ગયા”, “કાતિલ ઠંડી હવે ઝંપે તો બસ”, “આપણે તો ઢીંગરાઈ ગયા”; અને વર્ષામાં “ક્યારે ઉઘાડ નીકળે”-બસ “ધામ-ધામ-અંધારું” “ધોરંભો ઘાલ્યો છે; હવે અતિ થઈ ભાઈ”, “બારે મેહુ ખાંગા થ્યા છે”, “આ તો ઘેલી છે હેલી.” માત્ર જ્યારે પૈસો ઘરમાં ખૂબ આવે છે ત્યારે કોઈ હો-હા કે બુમરાણ મચાવી “બસ બસ બહુ થયું” કહેતું નથી; પણ આચાર્યશ્રી ઉપરતિ અને તિતિક્ષા દ્વારા થોડી
-