SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૨) અનંત મત ક્ષત્તિ ()- દેહ બહુ પાપના સંગવાળો માન્યો છે તેથી. ચા લેવા પુમાન- આત્મા દેહ કઈ રીતે થઈ શકે? બૃહદારણ્યક કૃતિએ ઘોષણા કરી “અને દિ મય પુરુ?” જે આગળ ચર્ચા ગયા. આકાશમાં જ વાદળાં છે છતાં તે કોરુંકટ છે. તેને રંગ નથી વાદળનો, પાણીનો સંસ્પર્શ પણ નથી તેમ આત્મા શરીરમાં અને શરીર આત્મામાં જ ભ્રાંતિ દ્વારા આરોપિત છે, છતાં આત્માને તેનો સંગ નથી. સોનાના, ચાંદીના કે માટીના પાત્રમાં આકાશ તો એકનું એક જ છે. તેને ઉપાધિ સાથે સંબંધ નથી. હું પણ આકાશ જેમ અસંગ છું. અસંગતા જ મારો સહજ સ્વભાવ છે. નથી મારામાં ધ્યાન, ધારણા કે સમાધિ; નથી મારી સાથે પુરુષ કે પાપ; નથી મારું નિશાન સ્વર્ગ કે નરક. અરે! જ્યારે સુમિમાં “મારું “મારા” “આપણા” કે “પરાયા' કોઈ નથી ત્યારે જ આનંદ છે. કારણ કે અસંગ જ મારો મૂળભૂત સહજ સ્વભાવ છે. હું અસંગ છું તેથી શરીરના પાપ-પુણ્યધર્મથી રહિત છું. દેહ તો રાગદ્વેષાદિ મળયુક્ત છે. હું અંત:કરણથી પણ સ્પર્થ નથી. વાણી, મન, ઇોિ મને સ્પર્શી શકતાં નથી. તેથી પણ હું અસંગ અને અસ્પૃશ્ય છું. મારામાં પાપ-મુક્તિની ખેવના નથી અને પુણ્ય પ્રાપ્તિની અપેક્ષા નથી તે સર્વ, ભ્રાંતિમય સંસારમાં ભ્રાંતિરૂપી પ્રવૃત્તિ જેવું છે. નથી મારે કર્મ, કિયા, કે ફળ. આ અસંગ પુરુષની વાત બૃહદારણ્યક ઉપનિષદમાં આવી છે. અસંગ પુરષ સાથે સંતોએ સાક્ષાત્કાર કર્યો. અરણયના સાનિધ્યમાં. તેથી શ્રુતિના એક ભાગનું નામ “આખ્યા છે. ખરેખર અરય જ શરણ છે. જે શરણ આપે તે અરાય. રાય એટલે જ્યાં યુદ્ધ છે તે. માટે જ ઝઘડા વખતે લૌકિક ભાષામાં પણ કહે છે કે “રણમેદાનમાં આવી જા. ઘર પાસે તો કૂતરું ભસે.” આમ રણ્ય એટલે યુદ્ધ અને અ=નહીં -ક્યાં યુદ્ધ નથી તે શાંત, શીતળ પ્રદેશ જ શણ છે-અને તેવું શરણ જ અરણ્ય છે. આમ જે સ્થળે સંસારના રાગદ્વેષ, આંતરવિગ્રહ લેહ, ક્લેશ નથી તે સંતોને માટે યોગ્ય તપોભૂમિ છે. તેથી જ તે અરણ્ય કહેવાય છે. તેવી જ રીતે બૃહદારણ્યક જેવી શ્રુતિ પણ સાધક, મુમુક્ષુ, સંતો માટે આશ્રયસ્થાન છે. શાની માટે તે આત્મરમણનું મેદાન છે અને મુમુક્ષુ સાધક માટે ચિંતનનું આશ્રયસ્થાન છે.
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy