SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) અંત થાય દષ્ટિ, દ્રષ્ટા અને દશ્યનો... .. અંત આવે જીવવાની ઈચ્છાનો.... . કારણ કે હું સત્ છું. અંત આવે જાણવાની ઇચ્છાનો ... ... .. ... કારણ કે હું ચિત્ છું • • અંત આવે ભોગવવાની અપેક્ષાનો .. ... ... કારણ કે હું સુખ અને આનંદસ્વરૂપ છું. જ્ઞાનની દષ્ટિમાં અનાત્માનો અંત છે. . • ... કારણ કે .. અનાદિ છું • • • અનંત પ્રાણાયામ યોગશાસ્ત્રની દૃષ્ટિએ પ્રાણાયામ] યોગશાસ્ત્રમાં એવું સૂચન છે કે આસનની સિદ્ધિ થયા પછી જ પ્રાણાયામનો આરંભ કરવો. યોગશાસ્ત્રની સમજ પ્રમાણે પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ સર્વ સાધનોનું આસનસિદ્ધિ થયા પછી જ અનુષ્ઠાન કરવાનું છે. અને તેથી જ પ્રાણાયામ સમજાવતા સૂત્રમાં “તમિનું સતિ વપરાયું છે. પાતંજલ યોગદર્શનમાં સાધનપાદના સૂત્ર ૪૯માં પ્રાણાયામની વ્યાખ્યા નીચે મુજબ કરી છે. तस्मिन् सति श्वासप्रश्वासयोर्गतिविच्छेद: प्राणायामः॥ “આસનની સિદ્ધિ થવાથી શ્વાસ અને પ્રશ્વાસની ગતિને રોધવી તે પ્રાણાયામ તમિનુ પતિ-આસનની સિદ્ધિ થયા પછી. શવાસપ્રવાસયો:=શ્વાસ અને પ્રશ્વાસની, બહારના વાયુનો પોતાની મેળે જ અંદર પ્રવેશ તે શ્વાસ છે અને અંદરના વાયુનું બહાર જવું તે પ્રશ્વાસ તિવિષે ગતિનો રોધ; એટલે અંદર જનાર અને બહાર જનાર વાયુની ગતિનો રોધ. પ્રાણાયામ=પ્રાણ એટલે વાયુ. અને આયામ અર્થાત્ રોધ. તેથી વાયુનો આયામ છે તે જ પ્રાણાયામ છે.
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy