SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯૪) જ્ઞાન દ્વારા પ્રારબ્ધની નાબૂદી અહીં સ્વયં શ્રુતિના શબ્દો દ્વારા સમજાવવાનો પ્રયત્ન છે કે જ્ઞાનમાં સર્વ કર્મો નાશ પામે છે. તો પ્રારબ્ધ બચી શકે નહીં તેવી જ વાત ગીતામાં તો સૂચિત છે જ. જ્ઞાનાદિ સર્વમાં અમરત્યુત્તે તથા’ ૪/ _જેમ અગ્નિ લાકડાને બાળે છે) તેમ જ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કમેન ભસ્મીભૂત કરે છે.” અને જે કોઈ જ્ઞાનરૂપી અગ્નિ પોતાના હૃદયમાં કે બુદ્ધિમાં પ્રજ્વલિત કરી જ્ઞાનાગ્નિમાં સર્વ કર્મો બાળી નાખે છે તેને જ ગીતામાં પંડિત કહેવામાં આવે છે. “જ્ઞાનબિલમાં તમાકુ: સુધાઃ” i૪/૧૬IL. આમ જે વાત સ્મૃતિએ કરી છે તેને અનુમોદન આપતી વાત શ્રુતિ પણ ઉચ્ચારે છે તે અહીં સમજાવ્યું છે. क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् द्रष्टे परावरे। ___ बहुत्वं तनिषेधार्थ श्रुत्या गीतं च यत्स्फुटम्॥९८॥ તનિ પજવે છે. આત્માનો સાક્ષાત્કાર થતાં મય જ ક્ષીયો =આ પુરુષનાં કર્મો નાશ પામે છે કૃત્ય થતું સુરમ્ વદુત્વમ્ તમ્ શ્રુતિથી જે બહુ સ્પષ્ટ અને બહુ કહેવાયું તતુ નિષેધાર્થ પ્રારબ્ધના નિષેધ માટે જ છે, જે શ્રુતિમાંથી અહીં એક પંક્તિ લીધી છે તે શ્રુતિ મુંડકોપનિષદ છે. અને બ્લોક નીચે મુજબ છે. भिद्यते हृदयग्रंथि: छिद्यन्ते सर्व संशया:॥ क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे॥८॥ [“કાર્ય અને કરણરૂપ તે પરાત્પર પરબ્રહ્મને તત્વથી જાણી લીધા પછી આ જીવની અવિદ્યારૂપી ગાંઠ ખૂલી જાય છે, સંશયો છેાઈ જાય છે, અને સર્વ કર્મોનો ક્ષય થાય છે.”] આ કૃતિમાં સ્પષ્ટ છે કે જ્ઞાનીનાં સર્વ કર્મોનો નાશ થાય છે અને તેની હદયગ્રંથિ છેદાઈ જાય છે.
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy