________________
(૩૯૭)
ભવિષ્યનો સંઘ ભૂતકાળ પણ થઈ શકે. આથી સમજવાનું કે કાળ સાપેક્ષ છે, સત્ય નહીં. જ્યારે પરબ્રહ્મ નિરપેક્ષ તત્ત્વ છે. તેથી જ બ્રહ્મ તો કાળનો પણ કાળ છે. અને હું બ્રહ્મથી અભિન્ન છું તે જ સાચું ચિંતન, મનન કે નિદિધ્યાસન છે. જીવ જે શરીર સાથે તાદાત્મ્ય કરી, શરીર સાથે પ્રવાસ કરે તો જીવ આવે, અને જીવ જાય. અર્થાત્ જેને ઘેર શરીરનો જન્મ થાય તેને ઘેર કહેવાય કે જીવ આવ્યો. અને જેને ઘેર શરીરનું મૃત્યુ થાય ત્યાં હેવાય કે જીવ ગયો. આમ જીવાત્મા આવજા ત્યારે જ કરે છે જ્યારે શરીર સાથે રહે છે, શરીર સાથે તાદાત્મ્ય અનુભવે છે અને શરીર સાથે પ્રવાસ કરે છે. જો જીવાત્મા બ્રહ્મ સાથે એક થઈ
જાય તો બ્રહ્મ સાથે જ રહે. પછી તેને નથી જવાનું, નથી ક્યાંયથી આવવાનું! નથી ઉત્પત્તિ કે નથી લય, નથી ભૂત કે નથી ભવિષ્ય. આમ કાળની ભ્રમણાથી જીવ મુકત થઈ શકે છે, જો તે ચિંતન કરે સ્વરૂપનું તો. નહીં તો તે ‘કાળ’ ના ખપ્પરમાં હોમાય છે.
દેશનો ભ્રમ
દેશ માટેનો ભેદ પણ વ્યક્તિ પોતાના સમય અને સ્થળ મુજબ નકકી કરે છે.
દા.ત. દિનેશભાઈ દિનેશ હૉલમાં બેસી એક પ્રવચન સાંભળી રહ્યા છે. અને છેલ્લા ૧૦ દિવસથી એક નિશ્ચિત કરેલી સીટ ઉપર બેસીને જ તે પ્રવચન સાંભળે છે. તે પોતે માને છે કે હું એક જ સ્થળે બેસી પ્રવચન સાંભળી રહ્યો છું. દિનેશભાઈના પિતાશ્રીને જે ઘેર કોઈ પૂછે કે દિનેશભાઈ કયાં છે, તો તેઓ જવાબ આપશે કે દિનેશ હૉલમાં પ્રવચન સાંભળે છે. દિનેશભાઈના પિતાશ્રી જો મુંબઈ જાય અને તેમને કોઈ પૂછે કે દિનેશભાઈ હાલ શું કરે છે? તો તેઓ કહેશે કે અમદાવાદમાં પ્રવચન સાંભળે છે. પ્રવચનમાંથી એક શ્રોતા, જે દિનેશભાઈનો મિત્ર છે તે અમેરિકા જાય, અને તેને કોઈ પૂછે તો તે કહે છે કે દિનેશભાઈ ભારતમાં પ્રવચન સાંભળી રહ્યા છે. આમ દિનેશભાઈને જુદા જુદા સ્થળેથી જોનાર માટે દિનેશભાઈ અને તેના ૠાનું અંતર વધે કે ઘટે છે. છતાં દિનેશભાઈ માને કે હું એક જ સ્થળે રહી પ્રવચન સાંભળું છું. વળી દિનેશભાઈનો પણ દેશનો ખ્યાલ સાચો નથી. કારણ કે એક દિવસ જે દેશ”માં બેસી પ્રવચન સાંભળ્યું છે તે દેશમાં પૃથ્વી રહી જ નથી. પૂરી