________________
(૩૪૭) માત્ર સાગર એક હોય છે. તેમજ ચિંતનમાં કે વિચારમાં અંતિમ લક્ષ્ય માત્ર આત્મા જ હોય છે,
વિજાતીય વૃત્તિપ્રવાદ અર્થાત અનાત્માનો વિચાર. અનાત્મા એટલે પરમાત્મા નહીં પણ પદાર્થનું ચિંતન. પદાર્થનું ચિંતન એટલે જ “સ્વ” સ્વરૂપથી દૂર લઈ જનાર વિચાર. પદાર્થનું મનન એટલે નામ અને આકારવાળી વસ્તુમાં રાગ અને આસક્તિવાળા પદાર્થોમાં પરિભ્રમણ. આવા વિજાતીય પ્રવાહ દ્વારા થતું ચિંતન પદાર્થોની જ પ્રાપ્તિ કરાવશે; તેના માટે વાસના ઊભી કરશે અને અંતે ત્યાં જ લઈ જશે, પદાર્થો વિનાશી છે અને તેના વિચાર અવિનાશી તરફ કદી લઈ જઈ શકશે નહીં, વિજાતીય વૃત્તિપ્રવાહ દ્વારા જે વિચારણા થાય છે તે નામીની છે, અનામીની નહીં, વ્યક્તિની છે અવ્યક્ત તત્વની નહીં, અનેકતાની વિચારણા છે એકની નહીં, અનિત્યની વિચારણા છે, નિત્યની નહીં, આમ અનાત્મવસ્તુના મનનથી અનેકતા પ્રાપ્ત થશે, અનેકતાથી ભેદ સર્જાશે, ભેદથી માત્ર ભય મળશે, અભય કદી નહીં. માટે જ કહ્યું છે કે અનાત્મા સંબંધી વિચારનો ત્યાગ કરવો; વિનાતીય પ્રવાહનો તિરસ્કાર કરવો. “વિનતીય તિરતિઃ” અર્થાતુ અનાત્માના, પદાર્થોના, નામ અને આકારના, અનેકતાના વિચારોનો તિરસ્કાર કરવો અને આત્માના વિચારને અર્થાત્ નિત્યનો, સત્નો, અવિનાશીનો, એકનો, વિચાર નિત્યનિરંતર કરવા માટે, સજાતીય પ્રવાહનો આશરો લઈ તેવો ચિંતનપ્રવાહ સદા ચાલુ રાખવો તે જ પરમાનન્દ આપનારો નિયમ હેવાય છે.
ઉપર જણાવ્યા મુજબ પરમ આનંદ આપનારો નિયમ મોજૂદ છે, છતાં આનંદ પ્રાપ્ત થતો નથી, તેને બદલે દુ:ખ અને દર્દની અનુભૂતિ થાય છે. અનેકની પ્રાપ્તિમાં પ્રયત્ન અને તેથી મળતી નિરાશા અને નિષ્ફળતા જ જીવનમાં વર્તાય છે. તેનું મુખ્ય કારણ માનવમન છે. અને મનની સ્થિરતામાં કદી કોઈએ સંસારનો અનુભવ કર્યો નથી. સંસારની અનુભૂતિ હંમેશા મનની અસ્થિરતામાં જ થાય છે. મન અશુદ્ધ છે, ચંચળ છે, અવિવેકી છે અને તેથી જ તે ભેદનું સર્જન કરે છે, તેનું દર્શન કરે છે અને તેવું મન જ મારો શત્રુ છે. વાસ્તવમાં મારા શુદ્ધ આત્મસ્વરૂપમાં તો મન જ નથી અને શુદ્ધ મન અને આત્મા એક જ છે, આમ મારા સ્વરૂપમાં મન નથી અથતિ ભેદભર્શન નથી.