Book Title: Aparokshanubhuti
Author(s): Tadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 531
________________ (૫૧૨) ચિંતન, મનન અને મનોમંથનની સમાપ્તિ થાય ત્યારે આ હૃદય પણ પરિપૂર્ણ જ થાય. હવે હું શું કહું? મારા વહાલા શ્રોતાઓ “કહના થા સો કહ દિયા અબ કુછ કહા ન જાય ! એક રહા દૂજા ગયા દરિયા લહર સમાય. 99 “હવે (તો) ગ્રંથનો પંથ છૂટી રહ્યો છે અને શબ્દ સંબંધ તૂટી રહ્યો છે હકીમો કે વૈદ્યોની કયાં છે જરૂરત? ખરલ ખુદ જડીબુટ્ટી ઘૂંટી રહ્યો છે. નિકટ આવતા જાવ છો આપ મુજથી હવે માર્ગ લાગે છે ખૂટી રહ્યો છે.’’ “મન મસ્ત હુઆ તબ ક્યોં બોલે? હીરા પાયો ગાંઠ ગઠિયાયો, બાર બાર વાકો ક્યોં ખોલે, સુરત કલારી ભઈ મતવારી, મદવા પી ગઈ બિન તોલે, હંસા પાયે માનસરોવર, તાલ તલૈયા કર્યો ડોલે તેરા સાહબ હૈ ઘટમાંહી, બાહર નૈના કોં ખોલે.' મને કહી રહ્યું છે કોઈ વધારે બોલ મા બહુ બોલવું બાલિશ લાગે છે. શીખી લે મૌન આખરે એ જ સાથે લઈ જવાનું છે. ॐ इति श्रीमत् परमहंस परिव्राजकाचार्य श्रीमद् शंकराचार्य विरचिता श्री अपरोक्षानुभूतिः संपूर्णाः। शान्तिः शान्तिः શાન્તિ: -સંત કબીર :

Loading...

Page Navigation
1 ... 529 530 531 532