Book Title: Aparokshanubhuti
Author(s): Tadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 520
________________ (૫૦૧) તો કાર્ય અદૃશ્ય થઈ જાય છે. જે કાર્ય જ ન હોય તો ‘માટી’ ને કારણ કેવી રીતે કહેવાય ? આવા વિચારથી પણ ‘કાર્ય’ અને ‘કારણ’નો બાધ થાય છે. અને તે બાધનો સાક્ષી છે તે જ અવશિષ્ટ રહે છે. તે જ ચૈતન્ય છે જેને જાણીને મનનશીલ મુનિ થઈ જાય છે. “અશિષ્ટ મવેત્ મુનિઃ’। (૩) જે કાર્ય છે તે જ જન્મે છે. પણ જ્યારે સમજાય કે જન્મ જ નથી, ઉત્પત્તિ જ નથી તો તેનું કારણ પણ નથી. જો ‘કાર્ય’ની નામ અને આકારની કે સંસારની ઉત્પત્તિ છે તો સર્પ જેવી ભ્રાંતિમય છે. ઉત્પત્તિ જ કલ્પનામાત્ર છે. આમ જો કાર્ય ઉત્પન્ન જ થયું નથી; તો તેનું કારણ કઈ રીતે હોઈ શકે ? જો સંસારી હોય તો સંસાર હોય! અને સંસારૂપી કાર્ય હોય તો જ ઈશ્વર હોઈ શકે! છતાં આપણે રાતદિવસ રોદણાં રોઈએ છીએ કે અમે સંસારી છીએ, સંસારમાં છીએ! કેવી ભ્રાંતિ! જ્યાં નથી સર્જક ત્યાં સંસાર કે સંસારી કેવો ? જ્યાં બે હોય, દ્વૈત હોય ત્યાં જ કોઈ કારણ ને કોઈ કાર્ય હોઈ શકે! એકમાં નથી કોઈ પૂર્વે કે કોઈ પછી. આમ, કાર્યના ત્યાગ દ્વારા કારણે ત્યજાઈ જાય છે અને સ્વરૂપ કે અધિષ્ઠાન માત્ર બચે છે. આ વાત અન્વય વ્યતિરેક પદ્ધતિના વિચાર દ્વારા સમજાવી છે. તદ્ઉપરાંત અધ્યારોપ અને અપવાદનો સિદ્ધાંત પણ સમજાવ્યો છે. બ્રહ્મભાવથી બ્રહ્મત્વ અહીં સમજાવ્યું છે કે જેવી ભાવનાથી જેનું ધ્યાન થાય છે તેવો જ તે પોતાને જાણે છે. અર્થાત્ બ્રહ્મનું બ્રહ્માકાર વૃત્તિથી ચિંતન કરનાર બ્રહ્મથી અભિન્ન થાય છે. भावितं तीव्रवेगेन वस्तु यन्निश्चयात्मना । पुमांस्तद्धि भवेच्छीघ्रं ज्ञेयं भ्रमरकीटवत् ॥ १४० ॥ નિશ્ર્વયાત્મના પુછ્હેપ=નિશ્ચય બુદ્ધિવાળા પુરુષથી તીવ્ર વેન્ટેન... તીવ્ર વેગથી ચણ્ વસ્તુ માનિતમ્=જે વસ્તુનું ચિંતન કરવામાં આવ્યું છે,

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532