________________
(૪૯૨)
ચાલ્યા જ કરે છે. આ સર્વ શંકરજીને આભારી છે. છતાં તેમની અખંડાકાર વૃત્તિમાં નથી કોઈ સંહાર, નથી પોતે સંહારક. શુકદેવજી નિરંતર નિરાકાર વૃત્તિમાં જ હોય છે, સમાધિસ્થ જ છે. સૌ જે તે સ્વરૂપમાં સ્થિત છે. જે સ્વરૂપે સર્વવ્યાપ્ત છે તે આકાશ જેમ સમાધિસ્થ છે, તેને સમાધિ લગાડવાની જરૂર નથી. આકાશમાં વાદળાં આવે અને જાય, વીજળી ચમકે અને કડાકા થાય, વાદળાં ફાટે ને ધરતી ભીની થાય પણ આકાશ કોરું કટ! કડાકા થાય, વીજળી પડે ને ધરાનો,પદાર્થોનો ધ્વંસ થાય! પણ આકાશ સદા નિર્ધ્વસ છે. વીજળી તેમાં જ બિરાજે અને છતાં આકાશને સ્પર્શ નથી. આકાશ જેમ અસ્પર્શી છે તેમ ‘સ્વ’સ્વરૂપની અનુભૂતિ થયેલી સમાધિ પણ અસ્પર્શી છે. તેવી સમાધિને કામ, લોભ, ભોગ, સંહાર કે સર્જન જેવી કોઈ પણ વૃત્તિનાં વાદળાં સ્પર્શ કરી શકતાં નથી. તેથી જ જ્ઞાનીની બ્રહ્માકાર વૃત્તિવાળાની તમામ વૃત્તિઓ બ્રહ્માકાર જ થઈ ચૂકી છે. પણ લૌકિક દષ્ટિથી, સમાજની ઘેલછા, ગાંડપણ અને વેવલાવેડાથી જેમનું ચિત્ત મુક્ત નથી તેમને આ સમજવું મુશકેલ છે. લોકો તો નિત્ય પોતાના માપદંડથી જ જ્ઞાનીને, બ્રહ્મનિષ્ઠને (નિત્યસંન્યાસીને) આત્મશ કે બ્રહ્મજ્ઞને માપતા આવ્યા છે અને માપતા જ રહેવાના. તેમાં નુકસાન તે માપનારાને છે. જ્ઞાનીને કદી નહિ. જ્ઞાનીની દષ્ટિમાં તો માપદંડ, માપનારા અને સંસારનાં સૌ પ્રમાણપત્રો, સ્તુતિ કે નિન્દા સર્વ કાંઈ બ્રહ્મમય જ છે. તેથી સ્પષ્ટ છે કે જ્ઞાની કે જેને ‘સ્વ’સ્વરૂપની અપરોક્ષ અનુભૂતિ થઈ છે, તેની કામવૃત્તિ, ભોગવૃત્તિ, લોભવૃત્તિ કે કોઈપણ વૃત્તિ જે બહારથી લૌકિક દષ્ટિએ દૃશ્ય છે તે સર્વ વૃત્તિઓ બ્રહ્માકાર જ થયેલી હોય છે.
માટે જ અહીં દૃષ્ટાંત આપવામાં આવે છે કે શુકદેવજી બ્રહ્માકાર વૃત્તિમાં સમાધિસ્થ રહેતા છતાં ભાગવતશ્રવણ કરતા અને તેનો ઉપદેશ પણ કરતા હતા. અને તેવી જ રીતે સનકાદિ નગ્નાવસ્થામાં ભ્રમણ કરતા હતા છતાં સમાધિસ્થ હતા. લોકોએ તેમને નગ્ન કહ્યા, કારણ કે લૌકિક દષ્ટિમાં તો પિતામ્બર, શ્વેતામ્બર અને દિગંબર તેવા જ ખ્યાલ હોય છે. જ્યારે સનકાદિ તો ચિદંબર સ્વરૂપે હતા. ચૈતન્ય જ જેનાં વસ્ત્ર હોય તેને નિર્વસ્ત્ર અને વસ્ત્ર શું?
તાત્પર્ય: બ્રહ્માકારવૃત્તિ અજ્ઞાનસંહારક છે. જે અજ્ઞાન જ દૃશ્યપ્રપંચનું કારણ છે. અને સાથે સાથે તે વૃત્તિ જ સ્વરૂપભૂત છે, ‘સ્વ’સ્વરૂપમય છે. જે અનાદિ અને અનન્ત છે. અને જેમ સ્વરૂપ અર્ધ નિમેષ માટે ત્યાગી