________________
(૩૭૫)
यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह। “જેને (બ્રહ્મને જાણ્યા વિના મન સહિત વાણી વગેરે (ઇન્દ્રિયો) પાછાં ફરે છે.” આ વિચાર તૈત્તિરીય ઉપનિષદમાંથી લેવાયો છે. શ્રુતિના સાથમાં કૃતિસંમત વાત કરવી એ આદિ શંકાચાર્યજીની અનોખી શૈલી છે તે અહીં સ્પષ્ટ છે. તૈત્તિરીય કૃતિમાં પણ આ જ શબ્દો, આ જ સંકેત
यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह। __ आनन्दं ब्रह्मणो विद्वान न बिभेति कदाचनेति। અહીં એવો સંકેત છે કે બ્રહ્મ મન અને વાણીનો અવિષય છે. એટલું જ નહીં પણ વાણીનું શબ્દ-ઉચ્ચારણ કરવું તે ચુપચાપ મૌન રહેવું તે બન્ને ક્યિાનો સાક્ષી જ બ્રહ્મ છે. મનનું સંકલ્પ-વિકલ્પોમાં વિહાર કરવું કે શાન્ત રહેવું તેવી સ્થિતિનો જે સાક્ષી છે તે જ બ્રહ્મ છે. આમ બ્રહ્મ તો ચૈતન્યસાક્ષી છે મન અને વાણી જડ છે. તે બ્રહ્મને પ્રાપ્ત કરી શકતાં નથી. તેથી જે વિવેકી હોય, વિદ્વાન હોય તેણે મૌનરૂપ થવું. “મૌનરૂપ થવું” અર્થાત્ બ્રહ્મરૂપ થવું તેવો જ સંકેત સ્પષ્ટ છે. વધઃ સર્વદા તત્ મને-“વિવેકીએ સદા તે મૌનરૂપ થવું.” આવા આદેશનો બે દષ્ટિકોણથી વિચાર થઈ શકે. પ્રથમ તો બ્રહ્માનંદનો અનુભવ અવર્ણનીય છે. આત્માનુભૂતિને શબ્દમાં સમજાવી શકાય તેમ નથી તેથી વિદ્વાન, જ્ઞાનીએ તે બાબત મૌન રાખવું જ ઉચિત છે. જેમ કોઈ ગૂંગાએ ગોળ ખાધો હોય તો કઈ રીતે વર્ણન કરે? શ્રીરંગ અવધૂત આવા જ વિચારને સુંદર રીતે વ્યક્ત કરતાં જણાવે છે કે વાણી અન્તવાન છે તે કઈ રીતે અનન્તનું વર્ણન કરી શકે! માટે ચૈતન્યસાગરમાં ડૂબકી મારી મૌન રહેવું
“અનન્તને એ સાન્ત વાણી રીત શી વણીં શકે? માબાપની શાદી-ખુશાલી બાળ શું જાણી શકે? પોથાં તણો ના વિષય એ; ના તર્કની ત્યાં તો ગતિ અગમ અગોચર પંથ એ; ગુરુગમ બધી ચાવી રહી. લઘુ અને સિદ્ધાંતથી જે ધ્યેય હાંસલ ના થયો બાળી મૂકો સિદ્ધાંતને; એ પાણિનિ પડતો મૂકો.
રંગ પોથાં પુસ્તકો ફેંકી બધાં દરિયાવમાં “મૂંગો થઈ ડૂબી રહે સમુંદર એ શાહના”