________________
(૪૩૭)
લઈ, ડાબી નાસિકા દ્વારા રેચક કરવો.
આ સામાન્ય પદ્ધતિ મુજબ શક્ય તેટલા પ્રાણાયામ કરવા. પણ ધ્યાન રાખવું કે જે નાસિકાથી વાયુ પૂરણ કર્યો હોય તે જ નાસિકાથી તે જ સમયે રેચક કરવો નહીં. અને જેનાથી રેચક કર્યો હોય તેનાથી જ પૂરક કરવો.
હઠયોગ પ્રદીપિકામાં પ્રાણાયામ કુંભકના ૮ પ્રકાર છે
सूर्यभेदनमुज्जायी सीत्कारी शीतली तथा । भस्त्रिका भ्रामरी मूर्च्छा प्लाविनीत्यष्ट कुम्भकाः ।
(૧) સૂર્યભેદન (૨) ઉજજાયી (૩) સીત્કારી (૪) શીતલી (૫) ભસ્તિકા (૬) ભ્રામરી (૭) મૂર્છા અને (૮) પ્લાવિની
(૧) સૂર્યભેદન: જમણી નાસિકાથી વાયુ અંદર લઈ, યથાશક્તિ રોકી, પછી બે નાસિકાથી વાયુ ઉતારવો તે સૂર્યભેદન છે. આ કુંભક કે પ્રાણાયામથી કફ, શરદી અને કૃમિરોગ દૂર થાય છે અને મસ્તિષ્કની શુદ્ધિ થાય છે તેમ કહેવાય છે.
(૨) ઉજ્જાયી: બન્ને નાસિકાથી વાયુને અંદર ખેંચી, યથાશક્તિ રોકી, ડાબી નાસિકાથી બહાર કાઢવો તે ઉજજાયી પ્રાણાયામ છે. આથી અજીર્ણ, ધાતુરોગ, નાડીવિકાર, ઉદરવિકાર દૂર થાય છે.
(૩) સીત્કારી: બે હોઠની વચ્ચે જીભને અર્ધગોળાકારે રાખી, નાસિકા બંધ રાખી, મુખ દ્વારા સીત્કાર સાથે વાયુ અંદર લેવો. પછી યથાશક્તિ રોકવો, અને પછી ડાબી નાસિકા દ્વારા બહાર કાઢવો, તે સીત્કારી પ્રાણાયામ છે. આ કુંભક કે પ્રાણાયામથી શરીરનું સૌંદર્ય વધે છે. નિદ્રાનો જ્ન્મ થાય છે.
(૪) શીતલી: જીભને હોઠથી બહાર કાઢી, નાસિકા બંધ રાખી, મુખથી વાયુને અંદર ખેંચી, યથાશક્તિ રોકી, પછી ડાબી નાસિકાથી રેચક કરવો, અગર બન્ને નાસિકાથી રેચક કરવો, તે શીતલી પ્રાણાયામ છે. આથી શરીરની ગરમી દૂર થાય છે, અને ઠંડક પ્રાપ્ત થાય છે. વર અને પિત્તવિકાર દૂર થાય છે. સર્પના વિષથી હાનિ થતી નથી, જો આ પ્રાણાયામની સિદ્ધિ થાય તો.
(૫) ભગ્નિકા: મણી નાસિકા બંધ રાખી, ડાબી નાસિકા વડે ઝડપથી પૂરક રેચક કરવાં, અંતેના પૂરક પછી વાયુને યથાશક્તિ રોકવો, અને ડાબી નાસિકા બંધ રાખવી, જમણી નાસિકાથી ધીરે ધીરે રેચક કરવો, અને પછી તે જ નાસિકાથી પૂરક રેચક ઝડપથી કરવો. અંતે છેલ્લો પૂરક