________________
(૪૩૮) ક્ય પછી વાયુને રોક્વો, જમણી નાસિકા બંધ રાખવી, ડાબી નાસિકાથી રેચક કરવો.
આમ, પૂરક, રેચક ધમણની જેમ કરવાના છે આથી જઠરાગ્નિની વૃદ્ધિ થાય છે; કફ, પિત્ત, વાયુદોષથી મુક્તિ થાય છે અને કુંડલિની જાગ્રત થાય છે. (૬) ભ્રામરી: જમણી નાસિકા બંધ રાખી, ડાબી નાસિકાથી, ભમરાની જેમ અવાજ સાથે વાયુ અંદર લેવો, પછી રોક્યો, ત્યાર બાદ જમણી નાસિકાથી ભમરી જેવા અવાજ સાથે રેચક કરવો. તે ભ્રામરી પ્રાણાયામ કહેવાય છે. આથી ચિત્તની ચંચળતા ઓછી થાય છે. (૭) મૂચ્છ: ડાબી નાસિકાથી પૂરક કરી, પછી જાલંધર બંધ કરવો અને બન્ને હાથના બન્ને અંગૂઠાથી બંને કાન, બંને તર્જનીથી બંને આંખો, બંને મધ્ય-માંથી નાક, અને બાકીની આંગળીઓથી મોટું બંધ કરવું અને કુંભક કરવો. ત્યાર બાદ ધીરે ધીરે જાલંધર બંધ સહિત જ જમણે નસકોરેથી રેચક કરવો.
આ કુંભકથી મન મૂચ્છ પામે છે. ચંચળતા દૂર થાય છે. સુખ મળે છે. (૮) પ્લાવિની: અર્ધ પદ્માસન વાળી, છાતી બહાર કાઢી બંને હાથને માથા તરફ લાંબા કરી, અંગૂઠો અને આંગળા એકબીજામાં પરોવી, શરીરમાં અધિક વાયુ ભરી સ્થિર થઈ સૂઈ રહેવું તે પ્લાવિની કુંભક કહેવાય છે. આથી પાણીમાં કમળપત્ર જેમ તરી શકાય છે.
અત્યાર સુધી પ્રાણાયામની ચર્ચા યોગશાસ્ત્રના સંદર્ભમાં જ આપણે કરી છે. મુખ્યત્વે હઠયોગમાં આ બધી જ ક્રિયાઓ વિસ્તારથી સમજાવેલી
આ બધી જ પ્રાણાયામની ક્રિયા એટલી બધી અટપટી અને જટિલ છે કે જે કોઈ યોગ્ય વ્યક્તિની દોરવાણી વિના કરવામાં આવે તો ખૂબ જ નુકસાન કરે છે અને ભૂલ થાય તો સાધકને હણે પણ છે. હઠયોગ પ્રદીપિકામાં કહ્યું છે કે
“યથા સિંહો નો વ્યાધ્રો ભવેત્તર: ને. દા.
तथैव सेवितो वायुरन्यथा हन्ति साधकम्॥ “જેમ સિંહ, હાથી અને વાઘ ધીમે ધીમે યુક્તિથી વશ થાય છે; જો તેમ ન થાય તો વશ કરનારના પ્રાણ લે છે; તેમ જ વાયુ પણ ગુરુની નિર્દેશ કરેલી યુક્તિથી વશ થાય છે, નહીં તો સાધકને હણે છે.”