________________
(૪૬૮)
મુક્ત જ છે છતાં મુક્ત થવું છે!
જ્યાં સુધી વ્યક્તિ ચિત્ત સાથે તાદાત્મ્ય કરી જીવે છે ત્યાં સુધી ચિત્તની વૃત્તિઓનો આરોપ તે પોતા પર કરે છે. અને ચિત્તની વૃત્તિઓથી જ વ્યક્તિ સુખી-દુ:ખી થયા કરે છે. માટે જ કહ્યું છે કે સુખ-દુ:ખમાંથી છૂટવા વૃત્તિઓનું વિસ્મરણ જ એક ઉપાય છે. પ્રથમ વિષયાકાર વૃત્તિઓથી મુક્ત થવા ચિત્ત સાથેનું તાદાત્મ્ય તોડવું પડશે અને અખંડાકાર વૃત્તિનો સહારો જોઈશે. અને જે અખંડાકાર કે બ્રહ્માકારવૃત્તિના સહારે વિષયાકાર વૃત્તિઓનું વિસ્મરણ થયું છે તે બ્રહ્માકારવૃત્તિનું પણ અંતે વિસ્મરણ જ થવું ઘટે અને વૃત્તિવિહીન દશા જ સ્વરૂપની સાચી નિવૃત્તિ છે. તે જ જ્ઞાનરૂપી સમાધિ છે.
આવી રીતે વૃત્તિઓની વિસ્મૃતિરૂપ જ્ઞાનદશામાં સ્થિત થવા, ચિત્તની ઉપાધિ, ચિત્તની મોક્ષરૂપી આધિ અને બંધનરૂપી વ્યાધિ એ ત્રણેને સમાધિની બરમાં દફનાવી દેવાં પડશે. ભસ્મીભૂત કરીએ તો તો કદાચ તેમની ભસ્મ પણ નિશાની રૂપે બચે; તેથી જ ચિત્તની આધિ, વ્યાધિ અને ઉપાધિનું દફન તે જ વેદાન્તની સમાધિ છે. કદાચ તે જ કારણથી જ્ઞાની સંતોના શરીરનો અંત થાય છે તેને મહાસમાધિ એવું શીર્ષક અપાય છે. જ્ઞાનીની જીવનવારતાનું શીર્ષક ખરેખર યોગ્ય છે. અને તેવા જ કોઈ સંક્તને અભિવ્યક્ત કરવા સંન્યાસીને અગ્નિસંસ્કાર નહીં પણ જમીનમાં અગર જળમાં સમાધિ અપાય છે. શરીરને સમાધિ બીજા આપે છે. સ્વરૂપે જ્ઞાની સમાધિસ્થ છે, તેને સમાધિની જરૂર નથી.
-
જે ચિત્તને દફનાવવાની વાત કરી તે જ ચિત્તને મુખ્ય પાંચ અવસ્થા છે તેમ કહેવાય છે.
ચિત્તની પંચાવસ્થા
(૧) શિમ: વિષય અને વાસનાથી જેમનું મન કે ચિત્ત સભર હોય છે તેમની ચિત્તવૃત્તિઓ સંસારના વિષયોમાં ભ્રમણ કરે છે. તે ચિત્તની ક્ષિપ્ત અવસ્થા કહેવાય છે.
(૨) મૂઢ: જે ચિત્ત આળસ, નિદ્રા અને તમોગુણથી આચ્છાદિત