________________
(૪૬૬)
છે.” “સ્વરૂપથી રહિત હોય તેવું થાય છે” અર્થાત્ “હું અમુક ધ્યેયનું ધ્યાન કરું છું” એવી ભિન્ન વૃત્તિનો અસ્ત થાય છે ત્યારે તે ધ્યાન જ સમાધિ કહેવાય છે.
-
જ્યારે ધ્યાનનો પરિપાક થાય ત્યારે જ સમાધિ થાય છે. અર્થાત્ લાંબા સમય સુધી અંતરાયરહિત ધ્યાનનો સતત અભ્યાસ થાય છે ત્યારે ધ્યાનનો પરિપાક થાય છે અને તેથી ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની ત્રિપુટીમાંથી ધ્યાતા અને ધ્યાનનો ભાવ નષ્ટપ્રાય થાય છે, અને પ્રકાશ પામનારું ધ્યેય જ બચે છે. અને “હું અમુક ધ્યેયનું ધ્યાન ધરું છું” “તેથી હું ધ્યેયાકાર છું” તેવું ધ્યાનનું સ્વરૂપ રહેતું નથી. ધ્યાન એ એક વૃત્તિ કે પ્રત્યય છે, તે વૃત્તિ રહેતી નથી; તેથી જ સૂત્રમાં કહ્યું છે કે “સ્વરૂપશૂન્યમિત્ર સમાધિ:' એટલે પોતાની વૃત્તિ કે પ્રત્યયરૂપ સ્વરૂપથી શૂન્યવત્ થયેલું ધ્યાન સમાધિ છે.
બીજા શબ્દોમાં એવું કહેવાય કે (૧) ધ્યેયવસ્તુનું ભાન હોય છે અને (૨) ધ્યાનની વૃત્તિ કે પ્રત્યય “હું ધ્યેયનું ધ્યાન કરું છું હું ધ્યેયાકાર છું” તેનું ભાન પણ હોય છે. એમ ધ્યાતા બે-ભાનથી અભિજ્ઞ હોય છે. જ્યારે આવા સતત અભ્યાસથી ધ્યેયાકાર વૃત્તિનો પ્રવાહ અખંડિત થાય છે ત્યારે ધ્યેયાકાર વૃત્તિનો અભિમાની પોતાને ધ્યેયથી પૃથક્ જણાતો નથી. અને ધ્યેય સ્વરૂપનો જ નિર્ભાસ થાય છે. તેથી માત્ર ધ્યેયમાત્રનો નિર્ભ્રાસ કરાવનાર વૃત્તિ તે સમાધિ છે.
યોગશાસ્ત્રમાં ધારણા, ધ્યાન અને સમાધિ, ત્રણની વચ્ચે કાર્યકારણભાવ હોવાથી સ્પષ્ટ કરીએ કે
(૧) વિજાતીય વૃત્તિથી યુક્ત ચિત્તની એકાગ્રતા તે ધારણા છે.
(૨) વિજાતીય વૃત્તિથી રહિત ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની ત્રિપુટીનું સ્ફુરણ જેમાં હોય છે તે ધ્યાન છે.
(૩) ધ્યેયમાત્રનું જેમાં સ્ફુરણ હોય તે સમાધિ છે.
તદ્ઉપરાંત પાતંજલયોગદર્શનના સમાધિપાદમાં સૂત્ર ત્રીજામાં કહ્યું છે.
तदा द्रष्टः