________________
(૪૬૭) स्वरूपेऽवस्थानम्॥३॥
અથત ચિત્તની વૃત્તિઓનો નિરોધ થતાં દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે. આ સ્થિતિ સમાધિ જેવી છે એમ કહેવાય છે. સમાધિ વિશે વેદાન્તનો અભિગમ
વેદાન્તમાં કહેવાય છે કે વૃત્તિઓનું સંપૂર્ણ વિસ્મરણ એ જ્ઞાનસંજ્ઞક સમાધિ છે. જ્યારે યોગમાં પણ “ચિત્તની વૃત્તિઓનો નિરોધ યોગ કહ્યો છે.” થોત્તિવૃિિનયારા (પાતંજલયોગદર્શન) સાથે જ કહેવાયું છે કે ચિત્તની વૃત્તિઓના નિરોધ પછી જ દ્રા પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે જે સમાધિ જેવી સ્થિતિ છે. બન્ને અભિગમમાં ચિત્તની વૃત્તિઓની વાતને અત્યંત મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેથી આ ચિત્ત છે શું? તેણે આપણે માટે કેવા પ્રશ્નો ઊભા કર્યા છે? અને ચિત્તની અવસ્થાઓ કઈ છે તે જાણવું અત્યંત આવશ્યક નહીં બલ્ક અનિવાર્ય છે જેથી સમાધિ વિશે સ્પષ્ટતા થઈ શકે. તો પ્રથમ ચિત્ત વિશે વિચાર કરીએ. તત્પશ્ચા સમાધિ ઉપર આવીએ.
બંધન એ ચિત્તનો ભ્રમ છે અને મુક્તિ એ મહાભ્રમ છે. વાસ્તવમાં પુરુષ કોઈ કાળે બંધનમાં નથી. સ્વરૂપે તો વ્યક્તિ સદા મુક્ત જ છે. તેથી મોક્ષ નવો ઉત્પન્ન થાય છે તેવું પણ નથી. મોક્ષ કે મુક્તિ તો શાશ્વત જ છે. માત્ર અજ્ઞાનકાળે, ભ્રાંતિકાળે મુક્તિની પ્રતીતિ થતી નથી. કારણ કે ચિત્તરૂપી ઉપાધિના સંબંધથી અથવા એમ પણ કહેવાય કે ચિત્તના કલ્પિત તાદાત્મથી જ પુરુષ બંધનમાં કે બદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા જેવો જણાય છે. અર્થાત ચિત્તની ઉપાધિથી જ વ્યક્તિ પોતાને બંધનમાં પડેલો માને છે, તેથી જ જ્યારે જ્ઞાન દ્વારા ઉપાધિનો નાશ થાય છે ત્યારે વ્યક્તિ, પોતાને મુક્ત કે મુક્તાવસ્થાને પ્રાપ્ત માને છે. કેવી છે આ અજબ-ગજબની ભ્રાંતિ! કે ચિત્તનાં બંધન અને મોક્ષ, પુરુષ પોતામાં આરોપે અને ચિત્તની સાથે તાદાઓથી જીવે તો બંધન માને અને તાદાત્મ તોડે તો પોતાને મુક્ત માને! વાસ્તવમાં કેવી છે વિટંબણા માનવ જીવનની!
બંધન નથી છતાં છૂટવું છે!