________________
(૪૭૯)
વૃત્તિ-વિસ્મરણ રૂપી સમાધિ પૂર્વે-નિદિધ્યાસન ન છોડાય. શાસ્ત્રનાં રહસ્યો સમજ્યા વિના-શ્રવણત્યાગ ન થાય. જપમંત્રના સાક્ષીને જાણ્યા વિના-મંત્રજપ ન છોડાય. અવિભક્ત તત્ત્વને પારખ્યા વિના-ભક્તિ ન મુકાય. ચિત્તશુદ્ધિ પૂર્વે..નિષ્કામ કર્મ ન ત્યજાય. સ્વરૂપની અનાયાસે પ્રાપ્તિ પૂર્વે સમાધિત્યાગ ન થાય.
જો કોઈ તેવો ત્યાગ કરશે તો તે વિના વૈરાગ્યે ગૃહત્યાગ જેવું થશે. પરીક્ષા પૂર્વે છોડેલા અભ્યાસ જેવું થશે. નીરોગી થયા પૂર્વે છોડેલી સારવાર જેવું હશે.
નિદિધ્યાસના ફળ: પંદર અંગો સહિત નિદિધ્યાસન અહીં સમજાવવામાં આવ્યું છે. તેનું ફળ શું? એવો પ્રશ્ન જો ઉપસ્થિત થાય તો અહીં સમજાવ્યું છે કે નિદિધ્યાસનથી સાધક અંતે...
" ततः साधननिर्मुक्तः सिद्धो भवति योगिराट्।
“સાધનમુક્ત થયેલ સિદ્ધ યોગિરાષ્ટ્ર બને છે.” અને તેનું સ્વરૂપ વાણી અને મનનો વિષય રહેતો નથી. અર્થાત્ તેને અનાયાસે જ ‘સ્વ’સ્વરૂપની અપરોક્ષ અનુભૂતિ થાય છે. આવી અપરોક્ષ અનુભૂતિ એ કોઈ શાસ્ત્ર નથી, વાદ નથી, વિવાદ નથી. અરે, તે કોઈએ થાપેલો કે ઉથાપેલો “અદ્વૈતવાદ” પણ નથી. અદ્વૈત એટલે જ આત્મા. આત્માને ન કોઈ થાપી શકે,ન કોઈ ઉથાપી શકે. આત્મા એટલે જ અનુભૂતિ. આત્મા સ્વયં અનુભૂતિ સ્વરૂપ છે અને તે નથી પ્રત્યક્ષ કે પરોક્ષ પણ સાક્ષાત્ અપરોક્ષ છે અને તેથી પણ અદ્વિતીય છે. તેથી જ નથી તે અનુભૂતિ કોઈ સંપ્રદાયની માલિકી કે મોનોપોલી કે નથી કોઈ ધર્મગુરુ કે મહાત્માઓની ઈજારાશાહી, નથી તેમાં કોઈ પણ ધર્મનું પાખંડ કે નથી તે અખંડ. તે તો મન અને વાણીનો અવિષય છે.”
“મનસ: શિાં ૬ વિષયક તંત્ તસ્ય સ્વરૂપમ્ ન' તેથી જ જ્યારે કેનોપનિષદમાં ગુરુ શિષ્યને પૂછે છે કે...
ગુરુ:- તું બ્રહ્મને જાણે છે? શિષ્ય: જાણું છું અને નથી જાણતો.