________________
(૪૮૭)
રમણ મહર્ષિ કહે છે કે
वृत्तयस्त्वहं
वृत्तिमाश्रिता: ।
વૃત્તયો મનો વિદ્ધયદું મન: ॥ (ઉપદેશસાર)
‘“સર્વ વૃત્તિઓ અહંવૃત્તિના આશ્રયે છે, વૃત્તિ એ જ મન અને મન એ જ વૃત્તિ જાણો.’’
અહીં એવો ઉપદેશ છે કે ભાવ અર્થાત્ પદાર્થોનું ચિંતન કરશો તો વૃત્તિ પદાર્થાકાર થશે. અને તેનાથી સતત જગતનું જ ધ્યાન થશે. અને જેવી વૃત્તિ હશે તેવો જ બંધન કે મોક્ષનો ખ્યાલ રહેશે. પદાર્થાકાર કે વિષયાકાર વૃત્તિઓ અંતે બંધનમાં નાંખશે, સંસાર તરફ લઈ જશે. તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. જો ચિત્તમાં કોઈ વૃત્તિ જ નહીં રહે અને શૂન્યતા થશે તો તો જડતા આવશે, શૂન્યતા જેવું વિઘ્ન આવશે, કારણ કે વૃત્તિ શૂન્યાકાર થશે. તેથી તે પણ ઇચ્છનીય નથી. કારણ કે શૂન્યતા એ આપણું સ્વરૂપ નથી. પણ હું તો નિત્ય તૃપ્ત છું. “પૂર્ણ છું’” એવી સ્વરૂપની સ્થિતિ પ્રાપ્ત કરવા બ્રહ્માકાર વૃત્તિ દ્વારા જ ચિંતન કરવું જોઈએ. જેથી પૂર્ણતા પ્રાપ્ત થઈ શકે.
બ્રહ્માકાર વૃત્તિ દ્વારા જ પૂર્ણત્વ પ્રાપ્ત થાય છે. કારણ કે બ્રહ્માકારવૃત્તિ એટલે જ સ્વરૂપાકાર વૃત્તિ અને તે દ્વારા જે પ્રાપ્ત થાય તે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. જે સ્વરૂપ કે આત્મા પ્રાપ્ત જ છે તેની પ્રાપ્તિ છે. આત્મા સર્વત્ર છે, સર્વવ્યાપ્ત છે, તેમાં નથી ઉદય કે નથી અસ્ત, જયારે વક્ વૃત્તિઓમાં, વિષયાકાર વૃત્તિઓમાં ઉદય અને અસ્ત છે. તે આવજા કરે છે. જયારે આત્મામાં ગમનાગમનનો પ્રશ્ન જ નથી. વૃત્તિઓમાં અનેકતા છે. જયારે આત્મા એક છે અને સૌનો સાક્ષી છે. અને તેની પ્રાપ્તિ માટે પૂર્ણત્વનો અભ્યાસ આવશ્યક છે. જેથી ચિંતન કરવું કે હું પૂર્ણ છું; હું પરબ્રહ્મ છું; હું કારણ છું-જગતનું; તો જગત પણ પૂર્ણ છે. કારણ કે તે મારું જ કાર્ય છે. પૂર્ણ કારણમાંથી પૂર્ણ કાર્ય જ ઉત્પન્ન થાય. તેથી પૂર્ણમાંથી પૂર્ણ બાદ કવામાં આવે તો પણ પૂર્ણ જ રહે અને પૂર્ણમાં પૂર્ણ ઉમેરવામાં આવે તો પણ પૂર્ણ જ અવશેષ રહે. જે હું અધિષ્ઠાન છું અને જગત આરોપ કે ભ્રાંતિ છે તો પણ નિત્ય ચૈતન્યમાં ભ્રાંતિ ઉમેરો કે બાદ કરો, કંઈ જ ફેર પડતો નથી. હું અનંત વૃત્તિનો સાક્ષી એક અને અદ્વિતીય છું. માટે જ પૂર્ણ છું, પૂર્ણ હતો, પૂર્ણ જ રહીશ. આમ, પૂર્ણતાનો અભ્યાસ પૂર્ણત્વને પ્રાપ્ત કરવા માટે કરવો તેવું સૂચન છે.