________________
(૪૬૫)
સમાધિ
નિદિધ્યાસનનાં અંગોની ચર્ચા-વિચારણામાં અંતે આપણે તેના અંતિમ અંગ ઉપર આવી પહોંચ્યા છીએ તે ઈશ્વરનો અલૌકિક અનુગ્રહ છે. તેણે જે બોલાવ્યું તે બોલાઈ ગયું. વાણી નિમિત્ત બની, અવ્યક્ત વિચારની અભિવ્યક્તિ કરવા; વાણી થાકી ત્યારે અંતર્યામીની અલૌકિક પ્રેરણા દ્વારા મનોમંથન કર્યું. મન જ્યાં થંભી ગયું ત્યાં “અ-મના” સ્થિતિ આવી. જે કોઈ નિમિત્ત બનેલા તે કોઈ “અ-મના” સ્થિતિમાં ન રહ્યા. ન રહ્યો દેહભાવ અને ન રહી ધ્યાતા, ધ્યાન, ધ્યેયની ત્રિપુટી; રહી ત્યારે સૌની સાક્ષી સમાધિ સ્થિતિ. સમજાવવા માટે એવું કહ્યા વગર છૂટકો જ નથી. કારણ કે વાચાતીતનો, વાણીના માધ્યમ દ્વારા, માત્ર નિર્દેશ કરવાનો સાહસપૂર્ણ પ્રયાસ થઈ રહ્યો છે.
સમાધિમાં નિદિધ્યાસનનાં અંગોની સમાપ્તિ છે. અને બીજાં અંગોનું ગંતવ્યસ્થાન પણ અંતે સમાધિ જ છે. સમાધિની વિચારણામાં પ્રથમ આપણે યોગશાસ્ત્રનો અભિગમ અને અંતે વેદાન્તનો અભિગમ ધ્યાનમાં લઈ, તે ઉપર આપ સૌના સાથમાં મંથન કરવાનો પ્રયત્ન કરીશું. આપણે સૌ ધ્યાન રાખીએ, સતત જાગૃતિમાં રહીએ, [કારણ કે સમાધિ બેહોશી નથી, નિરંતર જાગૃતિ છે.] અને વિચારીએ કે જેમ જેમ દેહભાવ છૂટતો જશે તેમ તેમ સ્વરૂપમાં સ્થિતિ દૃઢ થતી જશે!
યોગશાસ્ત્ર મુજબ સમાધિ
પાતંજલયોગદર્શનમાં સમાધિ વિભૂતિપાદમાં સમજાવી છે, તે આ પ્રમાણે છે:
तदेवार्थ मात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः ॥ ३ ॥
સૂત્રાર્થ: તે (ધ્યાન) જ જ્યારે (સાક્ષીમાં) ધ્યેય માત્રરૂપે પ્રકાશનારું, સ્વરૂપથી રહિત જેવું (થાય છે) (તે) સમાધિ કહેવાય છે.
સમાધિનો યોગશાસ અભિપ્રેત અર્થ
“જ્યારે ધ્યાન, ધ્યેયરૂપ અર્થના આકારનો જ સાક્ષીને નિર્ભાસ કરાવે છે અને પોતાના સ્વરૂપથી રહિત હોય તેવું થાય છે ત્યારે સમાધિ કહેવાય