________________
(૪૭૧)
સમ્ય વૃત્તિ વિસ્મરળમ્ = સર્વથા વૃત્તિઓનું વિસ્મરણ (એ જ) ज्ञानसंज्ञकः समाधिः = જ્ઞાન સંજ્ઞાવાળી સમાધિ કહેવાય છે.
निर्विकारतया
વૃત્તિ પ્રથમ નિર્વિકાર થવી જોઈએ. એનો અર્થ જ છે કે વૃત્તિ-વિષયથી મુક્ત થવી જોઈએ. વિકાર સૌ વિષયમાં છે, આકારમાં છે, સાકારમાં છે. જ્યાં વિષય જ નથી ત્યાં વિકાર નથી. તેથી વિષયરહિત વૃત્તિ થવી તે જ નિર્વિકાર થવી તેમ કહેવાય. નિર્વિકાર થવું એટલે જ નિરાકાર થવું. પણ વૃત્તિ કદી નિરાકાર કે નિર્વિકાર ન થઈ શકે. તેથી જ કહ્યું છે કે પુન: નિર્વિકાર થયેલી વૃત્તિઓને બ્રહ્માકાર જાણવી. કારણ માત્ર બ્રહ્મ કે આત્મા જ નિર્વિકાર અને નિરાકાર છે. તેથી નિર્વિકાર થવું તે જ બ્રહ્માકાર થવું છે. જ્યારે વૃત્તિ નિર્વિકારથી બ્રહ્માકાર થાય ત્યારે ત્યાં વૃત્તિ બચી શકે જ નહીં. બ્રહ્માકાર થવું તે જ વૃત્તિરહિત થવું છે. બ્રહ્મનો નથી કોઈ આકાર કે નથી તે નિરાકાર. સાકાર-નિરાકાર, સગુણ-નિર્ગુણ, નામી-અનામી, કાર્ય-કારણ, આદિ-અનાદિ બધું જ સાપેક્ષ છે. બ્રહ્મ તો નિરપેક્ષ સત્ છે. “એબ્સોલ્યુટ ટૂથ છે.'' નિરપેક્ષમાં કદી બે ન હોઈ શકે. તેથી બ્રહ્માકાર વૃત્તિ કદી ન સંભવી શકે. અર્થાત્ નથી વૃત્તિમાં બ્રહ્મ કે નથી બ્રહ્મમાં કોઈ વૃત્તિ. વૃત્તિનું બ્રહ્માકાર થવું તે જ નિર્વિકાર, નિરાકાર અને બ્રહ્માકાર તમામ વૃત્તિઓનું વિસ્મરણ થવું! જેને માટે કહ્યું “સમ્યદ્ વૃત્તિવિસ્મરણં' આમ જ્યારે વૃત્તિઓનું અશેષ વિસ્મરણ થઈ જાય છે ત્યારે જ નિર્વિશેષ જ્ઞાનસ્વરૂપ આત્મા સ્વયં પ્રકાશે છે. અને પોતે પોતાને, પોતા દ્વારા વિશેષણ કે વિશેષતારહિત નિર્વિશેષ જાણે છે. અનુભૂતિ હમેશાં વિશેષતાની જ થાય છે. તેથી હું અનુભૂતિનો વિષય છું તેમ નહીં પણ અનુભૂતિસ્વરૂપ છું, અદ્વૈત છું, વાસનાશૂન્ય છું, વૃત્તિરહિત છું એવું જે જ્ઞાન છે તે જ સમાધિ છે. અને જ્ઞાનરૂપી સમાધિ એટલે સંપૂર્ણ વૃત્તિઓનું વિસ્મરણ. “સમ્યજ્ वृत्तिविस्मरणम्”
=
જ્ઞાન સંજ્ઞ: સમાધિ: ‘‘જ્ઞાન સંજ્ઞાવાળી સમાધિ છે.’’ અર્થાત્ ‘સ્વ’સ્વરૂપનું અપરોક્ષજ્ઞાન તે જ સમાધિ છે. સ્વરૂપનું જ્ઞાન જ અનિવાર્ય છે; મારા સ્વરૂપનો નથી ઉદય કે નથી અસ્ત! તેથી ‘સ્વરૂપ’, ન તો સમાધિ સમયે આવે કે સમાધિના અસ્ત સમયે જાય! સ્વરૂપ એ જ આત્મચૈતન્ય. જેમાં