________________
(૪૭૨)
નથી પ્રાગભાવ કે પ્રધ્વંસાભાવ. તેથી જ કોઈ પણ કાળે આત્મચૈતન્ય નહોતું, મારું સ્વરૂપ નહોતું કે નહીં રહે એમ હોઈ શકે જ નહીં. તો પછી સમાધિ લાગે અને છૂટી જાય, આવે અને જાય, તેવું કદી થઈ શકે જ નહીં. અને આવવાવાળી અને જવાવાળી, લાગીને છૂટનારી સમાધિ વેદાન્તની નથી, વેદાન્તમાં નથી. વેદાન્તને આદિ-અંતવાળી સમાધિ સ્વીકાર્ય નથી. કારણ કે સ્વરૂપ આત્મચૈતન્ય તો અનાદિ અને અનંત છે. ઉદય અને અસ્તવાળી સમાધિ તો શાશ્વત શાન્તિનું એક ‘સેમ્પલ’ છે. IT IS A PIECE OF PEACE (ઈંટ ઈસ એ પિસ ઓફ પીસ) પ્રાગભાવ અને પ્રöસાભાવવાળી સમાધિ તો અનંત સુખનો અંતવાન નમૂનો છે. મિત્રો! દોસ્તો! સ્નેહીઓ! સુહૃદો! સૌ યાદ રાખજો! અનેક સેમ્પલ હશે છતાં તે થીંગડાં મારવા જ કામ લાગશે. પૂર્ણ વસ્ત્ર નહીં બની શકે.
જ્ઞાનસંજ્ઞક સમાધિ એટલે જ...
જેમાં
કોઈ ક્રિયાને અવકાશ નથી;...
જ્યાં
છે માત્ર વૃત્તિઓનું વિસ્મરણ... વૃત્તિ-વિસ્મરણ રૂપી જ્ઞાનમાં
હું સર્વવ્યાપ્ત છું... તેથી જવાની ક્રિયાનો અંત છે. હું પરમપ્રિય છું... તેથી પ્રેમની અપેક્ષાનો અંત છે.
હું નિર્મળ છું... તેથી સ્નાનાદિ ક્રિયાનો અંત છે. હું સત્ છું... તેથી જીવવાની ઇચ્છાનો અંત છે. હું નિરાકાર છું... તેથી શૃંગારનો અંત છે. હું જ્ઞાનસ્વરૂપ છું... તેથી જિજ્ઞાસાનો અંત છે. હું અનંત છું... તેથી પરિભ્રમણનો અંત છે.
હું નિરવયવી છું... તેથી આભૂષણોનો અંત છે.
હું વાચાતીત છું... તેથી સ્તુતિ-પ્રાર્થનાનો અંત છે.
હું આનંદ છું... તેથી ભોગવવાનો અંત છે.
હું અનુભૂતિ સ્વરૂપ છું... તેથી અનુભવની આકાંક્ષાનો અંત છે.