________________
(૪૭)
નથી. બ્રેક મારો, જ્યાં છો ત્યાં જ થોભી જાવ! ચિંતન કરો, વિવેક કરો. પદાર્થ એટલે શું? નામ અને આકાર અંતે આવ્યા ક્યાંથી? જે તે સાચાં નથી તો તેનો ભય નથી અને જે તે બીજાને આધારે છે તો અધિષ્ઠાન છે કોણ? તેવા વિચારમાં ચિત્તની, ઈન્દ્રિયોની ઘેડનો અંત આવી જશે.
દરેક ઇન્દ્રિય તેના આહાર પ્રતિ દોડે છે. ખરેખર તો એક એક ઈયિને વિશિષ્ટ આહાર છે. આંખનો આહાર રૂપ છે, નાકનો આહાર ગંધ છે, ત્વચાનો આહાર સ્પર્શ છે. જિહવાનો આહાર સ્વાદ છે અને શ્રોત્રનો આહાર શબ્દ છે. ઇન્દ્રિયનો આહાર જગતમાં છે, તેથી ઈન્દ્રિય બહિર્મુખી થઈ આહાર પ્રતિ દોડે છે. તેથી જ યોગશાસા તેમની દોડની દિશા જ માત્ર બદલે છે, પણ દોડ ચાલુ રાખે છે. આહારથી વિરુદ્ધ દિશામાં દોડવું તે પ્રતિ-આહાર કે પ્રત્યાહાર છે. આમ આહાર અને પ્રત્યાહાર બન્નેમાં યિા, છે દોડ છે. જ્યારે વેદાંત કહે છે કે ક્રિયા માત્ર બંધ કરો, દોડ જ થોભાવી દો..જે આહારની દિશામાં દોડતો નથી તેને કદી પાછા પણ વળવું પડતું નથી, વિવેક દ્વારા સમજો કે ઈન્દ્રિયોના સંપર્કથી, સંસ્પર્શથી જે ભોગ કે સુખ પ્રાપ્ત થાય છે, તે દુ:ખની યોનિ છે. ભોગ ક્ષણિક છે, ઈન્દ્રિયોને હણનારા છે તેવું માની જ્ઞાની તો ઈન્દ્રિયોના વિષયોમાં રમણ કરવા પ્રયત્ન જ કરતા નથી તેથી તેમને અંતર્મુખી કે ઇન્દ્રિયોના નિરોધરૂપ પ્રત્યાહારની જરૂર જ જણાતી નથી. ભગવદ્ગીતામાં અધ્યાય પના શ્લોક ૨૨માં કહ્યું છે કે.....
ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते।
आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः॥५-२२॥ કેમ કે ઈન્દ્રિયો અને વિષયોના સંબંધથી ઉત્પન્ન થનારા જે ભોગો છે (સુખ છે) તે દુ:ખના કારણરૂપ (દુ:ખની યોનિરૂપ) જ આદિ અને અંતવાળા છે. (માટે) હે અર્જુન, વિવેકી પુરુષ તે (વિષયોમાં) રમણ કરતો
નથી.”
હવે વેદાન્તમાં પ્રત્યાહારના સંદર્ભમાં ભગવાન શંકરાચાર્યજીએ આપેલા અર્થ પર ચિંતન કરીએ.
विषयेष्वात्मतां द्रष्टवा मनसश्चिति मज्जनम्। प्रत्याहार: स विज्ञेयोऽभ्यसनीयो मुमुक्षुभिः ॥१२१॥