________________
(૪૫) અને અનંત પરબ્રહ્મ. એટલે જ કહ્યું છે કે ભરચક બાદ પૂરક પ્રાણાયામ દ્વારા હું બ્રહ્મ છું તેવા વિચારથી મન, હૃદય ભરી દો અને પછી ધીરે ધીરે હું બ્રહ્મ છું,’ ‘બ્રહ્મ એ જ હું છું, હું અને બ્રહ્મ અભિન્ન છીએ, તેવી વૃત્તિને સ્થિર થવા દો. તેમાં ચલન ન થાય તેમ તે વૃત્તિને દઢ થવા દેવી તેને કુંભક પ્રાણાયામ કહે છે. તાત્પર્ય
જ્ઞાની માટે જે પ્રાણાયામની અહીં વાત કરી છે તેનો અર્થ એટલો જ કે રેચકથી પ્રપંચનો નિષેધ કરો (બહાર કાઢો), પૂરકથી બ્રહ્મભાવનાને ભરી દો,... કુંભથ્રી બ્રહ્મભાવમાં સ્થિર થઈ જાઓ. “મજ્ઞાનાન્ પ્રાણવડન' અજ્ઞાનીઓ માટે તો નાકને દબાવીને જે પ્રાણાયામ થાય છે તે જ યોગ્ય છે. જેની પાસે સૂક્ષ્મ બુદ્ધિ નથી; અભેદ દષ્ટિ નથી; આત્મતત્વને સમજવાની તત્પરતા ને સામર્થ્ય નથી, જે બ્રહ્મવિદ્યાના, અદ્વૈત વેદાન્તના અધિકારી નથી, ઉપરાંત જેના મનમાં કિયા અને કર્મનું ભૂત ભરાયેલું છે, તેના માટે ગૂંગળામણ થાય તેવો, નાક દબાવીને થનારો પ્રાણાયામ જ ઇષ્ટ છે.
પ્રત્યાહાર યોગશાસ્ત્રમાં પ્રાણાયામ વડે ચિત્તનો લય થાય પછી પ્રત્યાહાર કરવાનું કહેવામાં આવે છે. પાતંજલ યોગદર્શન મુજબ પ્રત્યાહાર
સાધનપાદના સૂત્ર ૫૪માં નીચેનો અર્થ પ્રત્યાહાર માટે છે.
"स्वविषयासंप्रयोगे चित्तस्य स्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः ॥५४॥ સૂત્રાર્થ: પોતાના વિષયના વિયોગકાળે પોતે જાણે ચિત્તવૃત્તિને અનુસરે છે એ પ્રકારની ઈન્દ્રિયોની જે સ્થિતિ તે પ્રત્યાહાર છે.
યોગશાસ્ત્રના સંદર્ભમાં પ્રત્યાહાર વિશે સ્પષ્ટ સમજાય છે કે ઈન્દ્રિયોને પ્રથમ તેના વિષયોથી પાછી બોલાવવી પડે છે. અર્થાત્ ઇન્દ્રિયોને અંતર્મુખી બનાવવાની વાત છે. તેથી વિષયોના વિયોગ કે નિરોધને યોગમાં મહત્ત્વ આપવામાં આવે છે. યોગમાં ઈન્દ્રિયોનો નિરોધ થાય પછી જ અગર વિષયોથી વિયોગ થાય પછી જ ચિત્તની વૃત્તિને ઇન્દ્રિયો અનુસરે છે અર્થાત જેવી જેવી ચિત્તની વૃત્તિ થાય તેવી જ ઇન્દ્રિયોની થાય છે. ઇન્દ્રિયોની આવી સ્થિતિને જ યોગમાં પ્રત્યાહાર કહે છે.