________________
(૪૫૦) જાય છે. અખંડ છું, અનંત છું, અદ્વૈત છું, અવિચાર છું અભેદ છું; તેવી કોઈ વૃત્તિ પણ બચતી નથી. કારણ કે અનેક વસ્તુ એક થઈ જાય છે. આમ “વસ્તુના સ્વગત, સ્વજાતીય અને વિજાતીય જેવા ભેદ મટી જાય છે અને વસ્તુમાં બ્રહ્મભાવ થાય છે અર્થાત્ મન માટે દશ્ય વસ્તુ જ રહેતી નથી, તો મન દ્રષ્ટા કેવું? અને બધે બ્રહ્મદર્શનથી, ચૈતન્યસાગરમાં પડી ચિત્ત પણ બ્રહ્મભાવ અનુભવે છે. મનની આવી સ્થિતિને જ વેદાન્તમાં પ્રત્યાહાર કહે છે.
મન ચૈતન્યસાગરમાં ડૂબે છે, તરે છે; છતાં તે ચૈતન્યથી અભિન્ન જ છે જેવી રીતે સાગરની અંદર બરફના પર્વતો ઉત્તર ધ્રુવ તરફ તરતા દેખાય છે તેનો મોટો ભાગ દરિયામાં ડૂબેલો હોય છે અને થોડો ભાગ તરતો હોય છે. છતાં ડૂબેલો અને તરતો તમામ પર્વત બરફ તો છે જ તેમાં કોઈ શંકા નથી. પણ તત્વદષ્ટિથી તો તે સાગરથી ભિન્ન નથી. કારણ કે અંતે તો બધું જળસ્વરૂપ જ છે. ભલે પછી સાગર હોય કે વાદળ હોય, ફીણ હોય કે મોજાં, મોતી હોય કે માછલી હોય, તરંગોની અનેકતા હોય કે સાગરની એકતા હોય, વરાળની સૂક્ષ્મતા હોય કે બરફની ઘનતા હોય, પણ સ્વરૂપે તો સૌ જળ જ છે.
દરિયાવકી લહર દરિયાવ હૈ જી દરિયાવ ઔર લહરમેં ભિન્ન કોય. ઉઠે તો નીર હૈ, બૈઠે તો નીર હૈ કહો જો દુસરા કિસ તરહ હોય....
ઉસીકા ફેર કે નામ લહર ધરા લહરકે કહે ક્યાં નીર ખોય...”
-કબીર બરફનો પર્વત ડૂબે કે તરે તે પાણી જ છે. તે જ રીતે ચિત્ત કે મન ચૈતન્યસાગરમાં ડૂબે કે તરે તે ચૈતન્યસ્વરૂપ જ છે તેવી સમજ
જ્યારે આવે છે, તેવો નિષ્કર્ષ જયારે પકડાય છે, તેવી નિષ્ઠા જયારે જ્ઞાનમાં પેદા થાય છે ત્યારે ભેદદર્શીિ મન ત્યાં રહેતું નથી. ચિત્ત કે મન તો ચૈતન્ય ઉપર આરોપ છે, ચૈતન્યમાં ચિત્ત કલ્પિત છે. અને
જ્યારે કલ્પિત કલ્પના અને આરોપ, અધિષ્ઠાન ચૈતન્યમાં ડૂબી જાય છે ત્યારે ભેદ સમાપ્ત થાય છે. અને ભેદ ન રહેતાં ઈન્દ્રિય કે મન પોતે જ નથી તો, જગત જ નથી - તો તે જાય ક્યાં? આવી અભેદ મનની સ્થિતિ જ પ્રત્યાહાર છે.