________________
(૫૫) હોય; કાં તો અલગ અલગ દેશ વચ્ચે હોય. પ્રત્યાહારના સંદર્ભમાં વિચારેલું કે દરેક વસ્તુ બ્રહ્મ છે તેથી બે પદાર્થો પણ નથી અને તેમની વચ્ચે અંતર પણ નથી. અને ધારણાના સંદર્ભમાં આપણે વિચાર્યું કે દરેક દેશમાં બ્રહ્મ જ છે. બ્રહ્મથી ભિન્ન કોઈ દેશ નથી. તેથી અનેક દેશ જેવું પણ નથી અને તેમની વચ્ચે અંતર પણ નથી. તેથી સ્પષ્ટ થાય છે કે જે બે વસ્તુ વચ્ચે દેશનું અંતર નથી તો કાળનું અંતર પણ હોઈ શકે જ નહીં. પણ જ્યાં સુધી દેહનું તાદાત્મ તૂટશે નહીં, શરીરનું અભિમાન નષ્ટ નહિ થાય ત્યાં સુધી આ વાત સમજાશે નહીં. જે પોતાને દેહ અને સાકાર માને છે તે બ્રહ્મને અશરીરી કે નિરાકાર સ્વીકારી શકશે નહીં. શરીર દ્વારા પોતે એક સ્થળે છે માટે પરમાત્મા બીજા સ્થળે છે એવી ભ્રાંતિમાંથી જ દેશમાં ધારણા કરવાની વાત પેદા થઈ છે.
આત્માના જ્ઞાનમાં અને “સ્વ” સ્વરૂપના ભાનમાં જ્યાં જ્યાં મન છે ત્યાં ત્યાં “સ્વસ્વરૂપ જ છે. અને સ્વરૂપમાં સૌ સમાધિસ્થ જ છે! આ તો ઈષ્ટિ છે આરૂઢની, સ્થિતપ્રજ્ઞની. આરક્ષ કે નવો સાધક આવી દશાનો, સ્વરૂપમાં મનની સ્થિરતાનો અભ્યાસ કરે છે, જે સિદ્ધનાં લક્ષણ છે તે સાધકનાં સાધન છે. તેથી સ્વરૂપમાં મનની સ્થિરતારૂપી ધારણા કરવા સાધકે નિત્ય નિરંતર, સર્વ દેશમાં, બ્રહ્મદર્શન કરવાનો અભ્યાસ કરવો જોઈએ.
તાત્પર્ય: તત્ત્વજ્ઞાનમાં ધારણા માટે કોઈ સ્થાન કે દેશ નિશ્ચિત નથી. કોઈ પણ આકાર કે નામમાં બ્રહ્મભાવ થઈ શકે છે. કારણ સર્વનામ અને આકાર અંતે નિરાકાર અને અનામીનાં છે. બ્રહ્મભાવ એટલે જડમૂર્તિમાં અમૂર્ત ચેતનને જોવાનો પ્રયત્ન વ્યક્તમાં અવ્યક્તનો અને દયમાં અદશ્યનો ભાવ લાવી ધારણા કરવાનો પ્રયત્ન કરવો. ભક્તિમાં તેવી જ ધારણા સમજાવેલી છે. માટે જ લિંગમાં શિવ અને શાલીગ્રામમાં વિષ્ણુની ભાવના કરવા કહ્યું છે. પણ અહીં નિદિધ્યાસનના સંદર્ભમાં તો દેશમાં બ્રહ્મભાવ કરી ચિત્તની સ્થિરતા કરવી તે જ ધારણા છે.