________________
(૫૪)
યોગમાં વિભિન્ન ચકો અને શરીરનાં વિવિધ સ્થાનો જેવાં કે નાસિકાગ્ર, જિવા, નેત્ર, ભૂમધ્ય અને કઠાદિ વગેરે ધારણા માટેના યોગ્ય દેશ છે તેમ કહ્યું છે.
જયારે વેદનમાં સ્પષ્ટ જ છે કે “હું શરીર નથી કે શરીર મારું નથી” તો પછી શરીરનાં ચકો મારાં કઈ રીતે હોઈ શકે? જયાં મૂળ નથી ત્યાં શાખા કેવી? આમ જો શરીરનાં ચક્રો કલ્પિત છે તો કલ્પિત વસ્તુ પર ધારણા કેવી? અને તેથી મળે પણ શું? નાસિકાગ્ર ઉપર કે ચકો પર ધારણા કરવાની વાત દેહના અભિમાન અને શરીરના તાદાત્મમાંથી જ જન્મેલી છે. જે શરીર આરોપ છે, અધ્યાસ છે, ભ્રાંતિ છે, તેનાં ચકો પર ધારણા કેવી? ભ્રાંતિ ઉપર ધારણા કરવાથી ધ્યાન શેનું થશે! ભ્રાંતિનું જ. અને મળશે શું? આરોપની ધારણા કે ધ્યાનથી, અધિષ્ઠાન કદી હાથ ન આવે. ભિન્ન ભિન્ન સ્થળે કે દેશમાં ધારણા કરવાની વાત તો સસલાનાં શીંગડાં પર ધારણા કરવા જેવી વાત છે. જે બ્રહ્મથી કે આત્માથી અજ્ઞાત છે તેની જ આવી વાત છે. બ્રહ્મ કે આત્મા કોઈ વિશિષ્ટ સ્થળે નથી કે તેના પર ધારણા થઈ શકે! અને જે ખરેખર અસ્તિત્વમાં નથી તેના પર ધારાણા કેવી? અજ્ઞાત વસ્તુ પર ધારણા થઈ શકે નહીં અને જે જ્ઞાત જ છે તેની ધારણાનો અર્થ જ નથી. જે આત્મા જ્ઞાત જ છે, તો તે પ્રાપ્ત જ છે. અને તે સર્વવ્યાપ્ત છે. માટે
જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં મનને જવા દેવું અને બ્રહ્મદર્શન કરનારું મન, આપોઆપ જ બ્રહ્મસ્થ થઈ જશે. કારણ કે નહીં હોય ત્યાં રૂપ, રંગ, ગંધ, સ્પર્શ કે શબ્દ. નહીં હોય ત્યાં આકાર કે નામ. નહીં હોય ત્યાં ગુણ કે દોષ. પછી મનના વિહારનો પ્રદેશ જ નહીં બચે. તેથી મન વિના પ્રયત્ન સ્થિર થઈ જશે. એકાગ્ર થઈ જશે. જે બ્રહ્મદર્શનની કળા હસ્તગત થશે તો! આવી મનની સ્થિરતા જ વેદાન્તમાં ધારણા કહેવાય છે. તે માત્ર એકત્વનાં, અભેદના, અલિતનાં દર્શનથી પ્રાપ્ત થાય છે.
આત્મજ્ઞાનમાં જે ધારણાની વાત કરી છે. તેથી સ્પષ્ટ થાય છે કે દેશ જેવી કોઈ વસ્તુ જ નથી; જ્યારે બધે જ બ્રહ્મદર્શન થાય તો ક્યાં રહી ભિન્નતા પ્રદેશની? દેશની? સ્થળની? જે દેશના ભેદ નથી તો ક્યાં રહ્યું કોઈ પણ પ્રકારનું અંતર! અંતર મં તો બે સ્થૂળ પદાર્થો વચ્ચે