________________
(૪૪૮)
વિષયેષુ આત્મતામ્ દૃષ્ટવા=(શબ્દાદિ) વિષયોમાં આત્માનું અનુસંધાન કરીને; (અર્થાત્ વિષય આત્મા જ છે તેમ સમજીને)
મનસ: ચિતિમગ્નનÇ=મનને ચૈતન્યરૂપી (બ્રહ્મમાં) ડુબાડી દેવું સ: પ્રત્યાહાર:... ...=તે જ પ્રત્યાહાર છે,
સ: મુમુક્ષુમિ: વિશેષ: અભ્યસનીય:-જે મુમુક્ષુઓએ જાણવો અને અભ્યાસ કરવો જોઈએ.
“મનસ: નિતિમમ્નનમ્” મનને ચૈતન્યસાગરમાં ડુબાડી દેવું તે જ પ્રત્યાહાર છે. એટલે શું ચૈતન્યસાગર બીજે છે અને મનને ત્યાં જ પ્રવાસ માટે લઈ જવું? ના, ના! જ્યાં મન છે ત્યાં બ્રહ્મદર્શન કરવું, એટલું જ નહીં પણ મનને બ્રહ્મથી અભિન્ન સમજાવું. તે જ પ્રત્યાહાર છે.
મનને બ્રહ્મ કઇ રીતે સમજી શકાય ?
જ્ઞાનની અલૌકિક, અદ્ભુત દૃષ્ટિમાં બ્રહ્મમાત્ર હૃદયની ગુફામાં જ છે અને બહાર નથી તેવું નથી. અંતર્યામી એટલે બહાર ન જઈ શકે તેવો તો નથી જ. એ તો બધે જ છે. સર્વવ્યાપ્ત છે, સર્વ સ્થળે છે. દેશ, કાળ અને વસ્તુની સીમા તેને સ્પર્શ કરી શકે તેમ નથી. બ્રહ્મ તો દશ્યમાં-અદશ્યમાં, વ્યક્ત કે અવ્યક્તમાં, દૃશ્ય કે જ્ઞેયમાં, પ્રત્યક્ષ કે પરોક્ષમાં, કાર્ય કે કારણમાં-સર્વમાં, સર્વસમયે, સર્વસ્થળે મોજૂદ છે. એનો અર્થ એ જ છે કે મન જ્યાં જાય છે, ત્યાં બ્રહ્મ જ છે. મનના સંલ્પ-વિકલ્પમાં પણ બ્રહ્મ જ છે. એટલું જ નહીં પણ મનની ગતિ અને સ્થિતિ પણ બ્રહ્મને જ આભારી છે અને તે પણ બ્રહ્મસ્વરૂપ જ છે. ચૈતન્ય અમુક સ્થળે નથી તેવા વિચાર માટે પણ મનને ચૈતન્યસ્વરૂપ બ્રહ્મની જરૂર પડે છે. તેનો અર્થ એ જ કે મનને ક્યાંયથી પાછું બોલાવવાની જરૂર નથી. મન જ્યાં જાય; જેને સ્પર્શ કરે; તેમાં બ્રહ્મદૃષ્ટિ કરવી જ અનિવાર્ય છે. કારણ કે ચૈતન્યથી ભિન્ન કંઈ જ નથી અને હોઈ શકે પણ નહીં. નિરાકાર છે માટે જ સાકારનું અસ્તિત્વ છે. આકાશ નિરાકાર છે માટે જ ગ્રહો સાકાર થઈ તેમાં ફરી શકે છે. ગ્રહો, ઉપગ્રહો, સૂર્ય કે તારાઓ, નક્ષત્રો, ધૂમકેતુ કે સમગ્ર આકાશગંગા સતત વિહારમાં છે, કારણ ‘સ્પેસ’—આકાશ કદી વિહાર કરતું નથી, પણ સૌ સાકારને અવકાશ આપે છે વિહાર માટે, પરિભ્રમણ માટે. આમ, નિરાકાર આકાશ જ સાકારનો આધાર છે. સાકાર કદી નિરાકારથી ભિન્ન થઈ શકે નહીં. પડદો ક્દી ચિત્રથી દૂર