________________
(૩૯૬)
સંઘ ભવિષ્યકાળમાં અને નારેશ્વરવાળા માટે સંઘ ભૂતકાળમાં છે. પણ જે નૌકાના નાવિકને પૂછવામાં આવે તો તે કહેશે કે “હું ગયો પણ નથી ને આવ્યો પણ નથી. હું તો નૌકામાં હતો અને છું. મારે કોઈ કાળ નથી.” જે યાત્રાળુઓ નૌકામાં પ્રવાસ કરે છે તેમને માટે બરોબર છે કે નારેશ્વર ગયું અને ઝાડેશ્વર આવવાનું છે. જે પ્રવાસી નથી તેને માટે નથી કંઈ આવતું કે નથી કંઈ જતું.
હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ.
ઉપરના દષ્ઠતમાં નૌક દ્વારા જે યાત્રાળુઓ પ્રવાસ કરી રહ્યા છે તેમને ઝાડેશ્વર ભવિષ્યમાં આવશે તેવું દેખાય છે અને નારેશ્વર તેમને માટે ભૂતકાળમાં છે. હવે આ જ સમયે અનંતકુમાર વડોદરાથી મુંબઈ પ્લેનમાં જતા હોય છે. તેમનું પ્લેન નર્મદા નદી ઉપર ઊંચે ઊડતું હોય છે. આ અનંતકુમાર નીચે નજર કરે છે તો એકસાથે જ તેઓ નારેશ્વર, અંગારેશ્વર અને ઝાડેશ્વર જોઈ શકે છે. આથી તેમને માટે આ ત્રણે સ્થળ વર્તમાનકાળમાં છે. અનંતકુમાર પ્લેનમાં બેઠા બેઠા ઘડિયાળ જોઈ કહે છે કે મુંબઈ ૩૦ મિનિટ પછી આવશે. અર્થાત તેમને માટે મુંબઈ ભવિષ્યકાળમાં છે. પણ અનંતકુમાર જો ચંદ્ર ઉપર પહોંચી અને ત્યાંથી જવનો પ્રયત્ન કરે તો તેમને વડોદરા અને મુંબઈ એકસાથે જ જણાય છે. અને બન્ને સ્થળ વર્તમાનકાળમાં જ છે એવું તેઓ અનુભવે છે.
આ બંને ઉદાહરણ ઉપરથી એક હકીકત નિર્વિવાદ છે કે “કાળ એ સાચી વસ્તુ નથી. સ્થળ-દેશ-સ્પેસ કે પછી દ્રષ્ટાની ગતિ બદલાતાં કાળ બદલાય છે. જે વસ્તુના ધર્મમાં પરિવર્તન થાય તે નિત્ય નથી પણ અનિત્ય છે. કાળ” સાપેક્ષ છે. આ સમજવા આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. જે વડે આપણે જોઈશું કે
ભૂતકાળને ભવિષ્યકાળ બનાવી શકાય છે ઉપરોક્ત દાંતમાં નારેશ્વરના કિનારે જે લોકો ઊભા છે તે કહે છે કે સંઘ ગયો. તેઓ માટે સંઘ ભૂતકાળમાં છે. પણ હવે તેમનામાંથી થોડા લોકો હેલિકૉપ્ટર લઈ ઝડપથી જો ઝાડેશ્વર પહોંચી જાય તો જે સંધ તેમને માટે ભૂતકાળમાં હતો તે જ સંઘ હવે તેમને માટે ભવિષ્યકાળમાં થઈ જાય અને પુન: તેઓ ઝાડેશ્વરના લોકો સાથે સંઘનું સ્વાગત કરી શકે. તે જ પ્રમાણે જે ઝાડેશ્વરથી કોઈ હેલિકૉપ્ટરમાં નારેશ્વર જાય તો