________________
(૪૧૪)
અગ્નિથી. અગ્નિ ક્યાંથી આવ્યો? વાયુથી. આજે પણ એવું જ કહેવાય છે કે પ્રાણવાયુ ન હોય તો અગ્નિ પ્રગટે નહીં તેથી અગ્નિ વાયુથી જ આવ્યો છે. તો પછી વાયુ ક્યાંથી આવ્યો? આકાશથી અને અંતે આકાશ ક્યાંથી આવ્યું ? તો એવું કહેવાય છે કે પરબ્રહ્મથી જ ઉત્પન્ન થયું છે. આ પરબ્રહ્મ કેવો છે? તો કહેવાય છે કે બ્રહ્મ તો સમતાવાળો છે, સમમ્ છે નિીષ ફ્રિ સમન્ વ્રુક્ષ (અધ્યાય-૫ ભગવદ્ગીતા) જો બ્રહ્મ સમતાવાળો છે અને અંગોથી માંડી પંચમહાભૂત સુધીનું સર્વ કાંઈ તેમાંથી જ ઉત્પન્ન થયું છે તો પછી કારણમાં કાર્ય સમાવિષ્ટ છે. તેનો અર્થ એ જ થયો કે અંગો અંતે બ્રહ્મમાં જ લીન છે. અંગો કાર્ય છે અને બ્રહ્મ કારણ છે. જે આવું વિચારે છે તે જ સમભાવવાળા બ્રહ્મમાં સ્થિર થઈ શકે છે. આવા સ્વરૂપના જ્ઞાન વિના જો માત્ર શરીરની જ સ્થિરતાનો પ્રયત્ન થશે અને સમાધિ લાગશે; તો તે સમાધિ આવનારી અને જનારી હશે. ઉપરાંત હું સમાધિવાળો કે “સમાધિ લગાડી શકું તેવો છું” તેવો અહંભાવ પણ જાગશે. સાચી સમાધિ તો અહંકારશૂન્ય સમતામાં જ સંભવી શકે. અને જ્ઞાનથી સમજાય કે હું સ્વરૂપે સર્વવ્યાપ્ત અને સમાધિસ્થ જ છું. પછી શરીરની સ્થિરતાની કે અંગોની સમતાની જરૂર નથી. હું તો સ્વરૂપથી વિષમભાવરહિત, સદા સમત્વ જ છું.
" सदा मे समत्वं न मुक्तिर्नबंध : चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥”
સમતા એટલે જ જ્યાં બંધન અને મોક્ષ જેવી વિષમતા નથી તે. જ્યાં જાતિ, નીતિ, કુળ, ગોત્ર, નામ, રૂપ, ગુણ, દોષ, દેશ, કાળ, વસ્તુ, વિષય નથી તેને જ સાચું સ્વરૂપનું સમત્વ કહેવાય છે. અને તે જ સાચી સમતા છે.
શરીર, અંગો કે અવયવોની સ્થિરતા કે સમતા તો સુકાયેલા વૃક્ષોમાં પણ છે. તે માત્ર સ્થિરતા છે, સમતા નથી. વૃક્ષ તો માત્ર સત્ છે, ચિત્ નથી. આંબો અને પીપળો સાથે સાથે હોય, છતાં બન્ને એકબીજાના અસ્તિત્વથી અનભિજ્ઞ અને અજ્ઞાત હોય છે. બન્ને અસ્તિત્વમાં છે. છતાં આંબાને ખબર નથી કે બાજુમાં પીપળો છે, પીપળાને ખબર નથી કે બાજુમાં આંબો છે. એટલું જ નહીં પણ તે બન્ને પોતે કોણ છે તેનો પણ ખ્યાલ તેમને નથી. છતાં બન્ને છે માટે સત્ છે પણ ‘જાણતા’ નથી તેથી બેમાંથી એક પણ ચિત્ નથી. તેથી સ્પષ્ટ છે કે માત્ર શરીરની