________________
(૪૩૩)
તેને કંઈ જ કરવાનું નથી, કારણ કે કંઈ જ મેળવવાનું બાકી નથી. “કર્તવ્ય થા સો કર લિયા, કરના ન કુછ ભી શેષ હૈ। થા પ્રાપ્ત કરના પા લિયા, પાના ન અબ કુછ લેશ હૈ -ભાવાનુવાદ, અષ્ટાવક્રગીતા-ભોલેબાબા
(૩) આત્મશાનમાં તાય કંઈ નથી
આત્મજ્ઞાન એટલે જ એકત્વનું, અદ્વૈતનું દર્શન. જ્યાં બીજો છે જ નહીં ત્યાં ત્યાગ કોનો? તદ્ઉપરાંત ‘સ્વ’સ્વરૂપ કંઈ ત્યાજ્ય નથી અને જે મિથ્યા છે, ભ્રાંતિ છે, આરોપ છે, તે તો પ્રતીતિ માત્ર છે, તેથી જેમ સ્વપ્નનાં સગાંવ્હાલાં, માલમિલકત, સત્તા, પ્રતિષ્ઠાના ત્યાગનો અર્થ નથી, તેમ જ જાગ્રતમાં ભાસતા સ્નેહના બીબામાં તૈયાર થયેલા આમજનો, સ્ત્રી, દારા, સુત કે સ્થાવર જંગમ દોલતને છોડવાં તે સર્વથા નિરર્થક છે. આત્મજ્ઞાન તો એવી સમતા છે સ્વરૂપની કે જ્યાં કોઈ બંધ નથી. જ્ઞાનીની દૃષ્ટિમાં નથી કંઈ અતિ કે અલ્પ કે જ્યાં ત્યાગ કે સ્વીકારની ભાવના જાગે.તેની સમત્વની દષ્ટિમાં નથી કોઈને નમસ્કાર કે નથી કોઈને તિરસ્કાર. જ્ઞાનમાં જ્યાં સર્વસ્વ પોતે છે, સર્વવ્યામ પોતે છે, જડ અને ચેતનમાં પોતે જ સચરાચર વ્યાપ્ત છે ત્યાં પોતે પોતાને કઈ રીતે તરછોડે કે ત્યાગે? અને તે જ પ્રમાણે કઈ રીતે પોતે પોતાને ગ્રહણ કરે? આત્મા બીજે નથી કે ગ્રાહ્ય થઈ શકે. આમ, જ્ઞાનમાં ...સ્વરૂપમાં નથી કંઈ ગ્રાહ્ય કે ત્યાજ્ય... ...સ્વીકાર અને ત્યાગ તો દૈતમાં છે... .....ભેદમાં જ વસ્તુના ત્યાગનો ભય છે...
..ભિન્નતામાં જ ઊણપનો ભાવ છે, સ્વીકારની અપેક્ષા છે...
એકમાં,
અભેદમાં,
અદ્વૈતમાં,
“નહીં ત્યાજ્ય હું નહીં ગ્રાહ્ય હું પર હું ગ્રહણસે ત્યાગસે। અક્ષર પરમ આનંદઘન, છોટૂં કિસે! પકડૂં કિસે ॥” ભાવાનુવાદ-અષ્ટાવક્રગીતા-ભોલેબાબા
(૪) આત્મશાનમાં પ્રાપ્ત કરવાનું કંઈ નથી
આત્મજ્ઞાન થતાં સમજાય છે કે હું નિત્ય મુક્ત છું. બંધન અને મોક્ષ સાપેક્ષ છે. હું નિરપેક્ષ તત્ત્વ છું. સત્ છું. ચિત્ છું, આનંદસ્વરૂપ છું. પછી રહી ક્યાં ખેવના મોક્ષની ? બંધન તો મનની ભ્રાંતિ હતી. મારા સ્વરૂપમાં જ્યાં મન જ નથી ત્યાં મનની ભ્રમણા કેવી? જાણેઅજાણે