________________
(૪૩૧)
(૨) કર્તવ્ય કર્મ પણ કોઈ નથી, (૩) ત્યાગ કરવાનું પણ કાંઈ નથી, (૪) પ્રાપ્ત કરવાનું પણ નથી.
(૧) આત્મશાનમાં જાણવા જેવું કંઈ નથી
આત્મા જ્ઞાનનો વિષય થઈ શકે તેમ નથી. તેથી તે જ્ઞેય હોય અને તેનો જ્ઞાતા તેનાથી ભિન્ન હોય તેમ થઈ શકે નહીં. તેથી આત્મા જાણી શકાય નહીં. વાસ્તવમાં આત્મા પોતે જ ‘જ્ઞાનસ્વરૂપ’ છે. સત્યં જ્ઞાન અનન્ત બ્રહ્મ. તેથી સ્પષ્ટ છે કે આત્મા જ્ઞાનનો આશ્રય માની શકાય નહીં. શ્રુતિમાં એમ પણ કહ્યું છે કે આત્મા જ્યોતિરૂપ કે જ્ઞાનરૂપ છે. માર્ભવ સ્થાઝ્યોતિ
સ્મૃતિમાં પણ નિર્દેશ છે કે
ज्ञानं नैवात्मनो धर्मो न गुणो वा कथंचन । ज्ञानस्वरूप एवात्मा नित्यः सर्वगतः शिवः ॥
“જ્ઞાન આત્માનો ધર્મ નથી, તેમ કોઈ પણ રીતે ગુણ પણ નથી, પણ સર્વવ્યાસ ક્લ્યાણમય આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ જ છે.” આમ જે પોતાને આત્મા કે બ્રહ્મ સમજી શકે છે તે એવું પણ સમજે છે કે ‘હું જ્ઞાન સ્વરૂપ છું.’
અર્થાત્ મને જ્ઞાન મળી શકે નહીં. જો જ્ઞાન મારી પાસે ન હોય તો જ મળી શકે. પણ જ્યાં હું જ જ્ઞાનસ્વરૂપ છું ત્યાં જ્ઞાન મેળવવાનું કે જાણવાનું રહેતું નથી.
સાથે સાથે એ પણ સમજી લેવું કે જે આત્માને જાણે છે, અધિષ્ઠાનને જાણે છે, કારણને જાણે છે તેને કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. આત્મજ્ઞાન તો સૌ જ્ઞાનનું પણ જ્ઞાન છે. જેનાથી સર્વ કાંઈ જાણી શકાય છે છતાં તે આત્મા બીજા દ્વારા જાણી શકાતો નથી. માટે જ બૃહદારણ્યક શ્રુતિમાં કહ્યું છે કે
येनेदं सर्वं विजानाति तत् केन विजानीयात् ॥
આમ વિચારતાં આત્માને અન્ય દ્વારા જાણી શકાય નહીં તેથી સ્પષ્ટ છે કે આત્મજ્ઞાનમાં ‘અન્ય’ ને જાણત્રવાનું બચતું નથી, અને આત્મજ્ઞાન થતાં દ્વૈતની સમાપ્તિ થાય છે. તેથી જાણવા જેવું કંઈ શેષ પણ રહેતું નથી. આવા જ્ઞાનસ્વરૂપ આત્મા વિશે કવિ ન્હાનાલાલે ગાયું કે