________________
(૧૦૮)
મૂળબંધ
યોગશાસ્ત્રમાં જ બંધની વાત છે. વેદાન્તમાં તો કોઈ બંધ નથી, સૌ મુક્ત જ છે.
યોગશાસ્ત્રમાં મુખ્ય ત્રણ બંધ છે: (૧) મૂળબંધ (૨)જાલંધરબંધ (૩) ઉડ્ડીયાનબંધ અને મહાબંધ મુદ્રા પણ છે.
(૧) મૂળબંધ: આ સૌ બંધની ક્રિયા મોટાભાગે પ્રાણાયામ દરમ્યાન કરવામાં આવે છે. પૂરક પ્રાણાયામ અર્થાત્ બહારના વાયુને અંદર લેતી વખતે મૂળબંધ કરવાનું સૂચન યોગશાસ્ત્રમાં જોવા મળે છે.
પૂરક પ્રાણાયામ કરતી વખતે ગુદાને તથા ઉપસ્થને ઊર્ધ્વ તથા નાભિને મેરુદંડભણી સારી રીતે બળપૂર્વક સંકોચી અપાનવાયુને ઊંચો ચઢાવવો તે મૂળબંધ કહેવાય છે.; એવું કહેવાય છે કે મૂળબંધ કરવાથી અધોગતિ કે અવગતિ થતી નથી અને જીવન નિર્વિકાર થાય છે.
(૨) જાલંધરબંધ: કુંભક પ્રાણાયામ સમયે મૂળબંધ સહિત જાલંધરબંધ કરવો તેવું સૂચન થયેલું છે. જાલંધરબંધમાં કંઠને સંકોચી અને નીચે નમાવીને દાઢીને હૃદયથી ચાર આંગળાં જેટલા અંતરે રાખવી અને ત્યાં દૃઢ કરવી તે જાલંધરબંધ છે.
જાલંધરબંધથી ઈડાપિંગળાના વહનનું સ્તંભન થાય છે. આ બંધથી સર્વજ્ઞત્વ જેવી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે તેમ પણ કહેવાય છે.
(૩) ઉડ્ડીયાનબંધ: રેચક પ્રાણાયામના આરંભમાં મૂળબંધ સહિત ઉડ્ડીયાન બંધનું સૂચન છે.
નાભિના ઉપરના તથા નીચેના ભાગને બરડાને અડાડીને રાખી બળપૂર્વક પાછળ ખેંચવાની ક્રિયાને ઉડ્ડીયાનબંધ કહેવામાં આવે છે. આ બંધ પ્રાણોને સુષુગ્ગામાં પહોંચાડી ઊર્ધ્વગતિની પ્રાપ્તિ અર્થે પણ કરવામાં આવે છે.
મહાબંધ મુદ્રા: ડાબા પગની પાની યોનિસ્થાનમાં લગાડી, જમણો પગ ડાબા પગના સાથળ ઉપર રાખી, દષ્ટિ ભ્રૂકુટિમાં રાખી, ડાબા હાથની આંગળીઓથી જમણું નાસાપુટ દબાવી; ડાબા નાસાપુટથી પૂરક કરી; જલંધરબંધ કરી કુંભક કરવો. આ સમયે ડાબા હાથનો પંજો; જમણા પગના ઢીંચણ પર સારી રીતે ભરાવી દેવો. પછી કુંભક કાળે મૂળબંધ કરી મનનો સુષુમણામાં પ્રવેશ કરાવવો. કુંભક પછી ડાબો હાથ ઉપાડી તેના અંગૂઠાથી ડાબું નાસાપુટ