________________
(૪૦૭)
આ બ્રાહ્મી સ્થિતિ તે જ ‘સ્વ’સ્વરૂપમાં સ્થિતિ અર્થાત્ આત્મસ્થ થયેલી સ્થિતિ કે સ્વરૂપ સાથે ઐક્ય. આપણું સ્વરૂપ કે આત્મા કંઈ ‘સાધ્ય’ કરવાની વસ્તુ નથી; તે તો સ્વયં સિદ્ધ જ છે. જે વસ્તુ, વિષય, પદાર્થ, વ્યક્તિ કે પરિસ્થિતિ દેશ અને કાળમાં મનુષ્યપ્રયત્ન દ્વારા પ્રાપ્ત થઈ શકે અર્થાત્ સાધ્ય થઈ શકે તે કદી નિત્ય ન હોઈ શકે.
“યત્ સાધ્યમ્ તત્ અનિત્યમ્ કૃતિ” જો સિદ્ધાસન માનવપ્રયત્ન દ્વારા પ્રાપ્ત થઈ શકે તો તો તે સાધ્ય છે તેમ કહેવાય. અને ખૂબ પુરુષાર્થયુક્ત પ્રયત્નથી જે તે સિદ્ધ થાય તો સિદ્ધાસન અનિત્ય કહેવાય. જો સાધન જ અનિત્ય હોય તો ી તે નિત્યની પ્રાપ્તિ કરાવી શકે જ નહીં. તેથી સિદ્ધાસન પોતે જ અનિત્ય છે તો તેથી આત્મા જે નિત્ય વસ્તુ છે તે મળી શકે તેમ નથી.
તે બાબત ધ્યાનમાં રાખીને જ શંકરાચાર્ય ભગવાને કહ્યું કે જે સર્વ પ્રાણીઓમાં સિદ્ધ છે તે જ સિદ્ધાસન છે.
“સર્વમૂતાદ્રિ યંત્ સિદ્ધમ્” જે વિશ્વનું અધિષ્ઠાન અને અવિનાશી છે તે જ સિદ્ધાસન છે. તૂ વિવસ્ય અધિષ્ઠાનમ્ અવ્યયમ્; જે બ્રહ્મમાં સિદ્ધ પુરુષો પ્રવેશ પામ્યા છે તે જ સિદ્ધાસન છે. “સ્મિન્ સિદ્ધા: સમાવિષ્ટા: તત્ વે સિદ્ધાસનમ્” આમ અહીં પરબ્રહ્મને જ સિદ્ધાસન કહ્યું છે. કારણ કે બ્રહ્મ સ્વયં સિદ્ધ છે. તેને સાબિત કરવાની જરૂર નથી. એ સિદ્ધ તત્ત્વ જ છે. ઇન્દ્રિયો અને મનને બ્રહ્મને જાણવાની પ્રેરણા આપનાર જ બ્રહ્મ છે. મન, બ્રહ્મને જાણે તે પૂર્વે અને મનોનાશ પછી પણ બ્રહ્મ છે. બ્રહ્મ તો મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના વિષયો, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ જેવી ત્રણ અવસ્થાઓ વગેરે સૌનો સાક્ષી છે. મન, વાણી કે ઇન્દ્રિયો પોતે જડ છે અને તેથી બ્રહ્મ જે સાક્ષીચૈતન્ય છે તેની સાબિતી આપી શકે તેમ નથી. બ્રહ્મ કે આત્મા સ્વયંસિદ્ધ અર્થાત્ સ્વયંપ્રકાશ છે. તે જ અધિષ્ઠાન તરીકે દૃશ્યપ્રપંચને, પ્રાણીમાત્રને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. તેથી બ્રહ્મમાં સ્થિતિ કરવી અને દ્વૈત કે ભેદવાળી સ્થિતિથી મુક્ત થવું તેવી અભેદ સ્થિતિને જ સિદ્ધાસન કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં કર્મ અને અકર્મની ચિંતાનો નાશ થાય છે તેથી જ દૃષ્ટિની સ્થિરતા આવે છે. આવી અચલ અદ્વૈત સ્થિતિ જ સ્વયંસિદ્ધ સ્થિતિ છે; તે જ સિદ્ધાસન કહેવાય છે.
..