________________
(૪૧૧)
છે તે બ્રહ્મ જ મૂળ છે., ચિત્ત ઈન્દ્રિયોના પદાર્થો તરફ ગમન કરવાની ચેતના પણ બ્રહ્મ તરફથી જ મેળવે છે. અને વિષયોથી પાછું વળી જેનામાં એકાગ્ર થવા પ્રયત્ન કરે છે તે તત્વ પણ બ્રહ્મ જ છે. તેથી તે જ મૂળબંધ છે અને તે જ રાજયોગીઓને સદા સેવવા લાયક છે.
કેનોપનિષદમાં સમજાવ્યું છે કે ચા, શ્રોત્ર, મન, પ્રાણ, વાણી, સૌ અંતે તો બ્રહ્મની પ્રેરણાથી જ પોતાના વિષય તરફ ગમન કરે છે.
केनेषितं पतति प्रेषितं मनः केन प्राण:प्रथम प्रेति युक्तः।
केनेषितां वाचमिमां वदन्ति
चक्षु श्रोत्रं क उ देवो युनक्ति ॥१॥ કોની પ્રેરણાથી પ્રેરાયેલ મન પોતાના વિષય તરફ ગમન કરે છે?
કોની પ્રેરણા વડે મુખ્ય એવો પ્રાણ ઊધ્વદિ સ્થાન તરફ જાય છે? કોની ઇચ્છાથી આ વાણીનો ઉચ્ચાર થાય છે? કયા દેવ ચક્ષુ તથા શ્રોત્રને તેમના વ્યાપાર પ્રતિ પ્રેરે છે?
બીજું કોઈ નહીં પણ પરબ્રહ્મ જ સૌને પ્રેરે છે. કારણ કે બ્રહ્મ સિવાય સૌ ચેતનહીન છે; જડ છે; મૃતવત્ છે, તેથી બ્રહ્મ જ ઈન્દ્રિયો, પ્રાણ, વાણી અને મનનું મૂળ છે. અને તેમાં સ્થિતિ કરવી તે જ વેદાન્તનું મૂળબંધ કહેવાય છે.
બ્રહ્મ સર્વનું મૂળ છે. તે જ નિર્વિવાદ વાસ્તવિક્તાને જો નિદિધ્યાસનના સંદર્ભમાં વિચારીએ તો કહી શકાય કે જે સર્વનું મૂળ છે તે મુજથી અભિન્ન છે. મન, ઇન્દ્રિય, વાણી, પ્રાણ સૌ પોતાના કાર્ય માટે મુજથી જ શક્તિ પ્રાપ્ત કરે છે. હું છું તેથી જ તેઓ છે. એટલું જ નહીં પણ સ્વપ્નમાં અને જાગૃતિમાં મન અને ઈક્યિો અનેક સ્થળોએ વિહાર કરી, વિચરી, સંકલ્પ-વિકલ્પ કરી, જેઈ સૂધી, સાંભળી, સ્પર્શ કરી પ્રત્યક્ષ, પરોક્ષ અનુભવ કરીને, અંતે ફરી-ચરીને સુમિ સમયે મારા સ્વરૂપમાં જ પાછાં ફરે છે. તેથી હું સત્ ચિત્ આનંદસ્વરૂપ જ તે સૌનું મૂળ છું; હું જ બ્રહ્મસ્વરૂપ છું. સૌનું અધિષ્ઠાન છું. આવું ચિંતન કરી સ્વરૂપમાં સ્થિત થવું તે જ સાચું મૂળબંધ છે.