________________
(૩૯૯)
ભોજન લીધું તે પણ યોગ્ય જ છે. તેમ જ જો પૃથ્વીની ગતિ ધ્યાનમાં લઈએ તોપણ આપ એક જ સ્થળે હતા તેમ કહી શકાય નહીં, માનવી પોતાની ગતિ અને સ્થળ પ્રમાણે જ પોતાનો દેશ અને કાળ સર્જે છે. તે સાંભળી પ્રફુલ્લભાઈએ તરત જ પૂછ્યું કે શરીર ડબ્બો છે અને તેને પણ પિત છે અર્થાત્ શું?
સ્વામીજી: શરીર ડબ્બો અર્થાત્ ગતિમાં છે. દરેકને પોતાની ગતિ પ્રમાણે જ સમયનું ભાન થાય છે. જે શરીરરૂપી ડબ્બો ખૂબ જ ઝડપથી જતો હોય અર્થાત્ જેના જીવનમાં બનાવો ઝડપથી બનતા હોય, એક પછી એક ઘટનાઓ ઘટતી જ હોય તેને સમય ખૂબ લાંબો લાગે છે. આપણે યાદ રાખીએ કે સમય-હંમેશાં ઘટના, બનાવ કે ‘ઈવેન્ટ'ની સાથે જ જન્મે છે. તેથી તેવા લોકોને સમયનું-‘કાળ’નું સતત ભાન હોય છે. જે લોકો સંસાર કે પ્રપંચની દુનિયામાં પ્રપંચી બની ચૂક્યા છે, રાતદિવસ રાજકારણની ગંદી રમતમાં જે નેતાઓ કાદવ ઉછાળવા સિવાય, લોકોને ખોટા વાયદાઓથી છેતરવા સિવાય અને ભ્રષ્ટાચારના પાયા મજબૂત કર્યા સિવાય કંઈ કરતા જ નથી, તેવા નેતાને પૂછો તો કહેશે કે, “આજે કોઈ એપોઈન્ટમેન્ટ નથી, કોઈ મીટિંગ નથી, પ્રેસ કૉન્ફરન્સ નથી, ઉદ્ઘાટન માટે નિમંત્રણ નથી, કોઈ જગ્યાએ હડતાળ નથી તેથી સમય જતો નથી.” આવા પ્રપંચી લોકોનો શરીરરૂપી ડબ્બો ખૂબ જ ઝડપથી જાય છે. તેની ગિત તે જ છે કારણ કે બનાવ ઉપર બનાવ બને છે- તેથી જ ઉપરોક્ત કોઈ પ્રવૃત્તિ ન હોય ત્યારે સમય જતો નથી તેવી ફરિયાદ જાગે છે. કારણ, તેઓની પ્રવૃત્તિ સમય પસાર કરવાની હોય છે. જ્યારે તેથી તન વિરુદ્ધની વાત કે જેના શરીરરૂપી ડબ્બાની ગતિ નહીંવત્ છે, જ્યાં ઘટના જ ઘટતી નથી ત્યાં સમયનું ભાન જ હોતું નથી. શ્રી રમણ મહર્ષિએ એકાંતમાં લગભગ એક જ સ્થળે ૫૩ વર્ષ ચિંતનમાં વિતાવ્યાં અને છતાં એક વાર ક્યું હતું કે પ૩ વર્ષ તો માત્ર વીજળીના ચમકારની જેમ ચાલ્યાં ગયાં.
સ્વામીજીએ કહ્યું- તેથી જ પ્રફુલ્લભાઈ, એમ હેતો હતો કે જ્યાં ઘટના કે બનાવ બનતા નથી ત્યાં શરીરરૂપી ડબ્બાની ગતિ નહીંવત્ હોય છે. અર્થાત્ ત્યાં સમયનું સતત ભાન રહેતું નથી. આવી સ્થિતિ પ્રાપ્ત કરવા નિરંતર સ્વ’સ્વરૂપના સાન્નિધ્યમાં રહેવાનો પ્રયત્ન કરવો જ